કુદરતી સંસાધનોને અત્યારે ભારે નુકસાન થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આજે જમીન ધસવાના સમાચારે સામે આવ્યા ત્યા અત્યારે ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં આગ ભભૂકી રહીં છે. છેલ્લા 36 કલાકથી લગાતાર સળગી રહેલા જંગલની આગને કાબુમાં લેવામાં માટે પ્રશાસન સતત પ્રયત્નો કરી રહ્યું છે. નોંધનીય છે કે, આગને કાબુમાં લેવા માટે અત્યારે ભારતીય વાયું સેના પર કામગીરી કરી રહી છે. શનિવારે વાયુસેનાના MI-17 હેલિકોપ્ટર દ્વારા ભીમલાત સરોવરમાંથી પાણી ભરીને જંગલની આગનો બુઝાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
ઉત્તરાખંડના નૈનીતાલમાં આગ આગના કારણે ભારે હડકંપ મચેલો જોવામાં મળ્યો છે. વનસંપત્તિનો સતત નાશ થઈ રહ્યો છે. આ સમસ્યાનો સામનો કરવા માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે લાંબી બેઠક થઈ. આ પછી હવામાંથી આગને કાબૂમાં લેવા માટે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.મળતી જાણકારી પ્રમાણે શુક્રવારે સાંજે વાયુ સેનાનું MI-17 હેલિકોપ્ટર નૈનીતાલ પહોંચ્યું હતું. શનિવારે સવારે હવા અને પાણીની વ્યવસ્થા તપાસ્યા બાદ લગભગ 7 વાગે હેલિકોપ્ટર ભીમતાલ તળાવમાંથી પાણીની ડોલ ભરીને મિશન પર રવાના થયું. જેના કારણે નૈનીતાલના લાડિયાકાંટાનાં જંગલોમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.