T-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે. BCCIની સિલેક્ટર્સ કમિટી દ્વારા ટીમની પસંદગી કરી લેવાઈ છે. રોહિતની કેપ્ટન્સીમાં આ T-20 વર્લ્ડ કપ રમાશે. ટીમની જો વાત કરવામાં આવે તો કે. એલ રાહુલ ટીમમાંથી બહાર થયો છે. જ્યારે ઋશભ પંતની ટીમમાં વાપસી થઈ છે.
ભારત ટી20 વર્લ્ડ કપ 2024 ટીમ: ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયામાં ઓપનર કોણ છે, મિડલ ઓર્ડરમાં કયા બેટ્સમેન હશે અને ફાસ્ટ બોલિંગ અને સ્પિનની જવાબદારી કોને સોંપવામાં આવી છે. BCCIએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ અનેક ખેલાડીઓ સાથે ચર્ચા બાદ આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
T20 વર્લ્ડ કપ 2024 માં રોહિત શર્મા કેપ્ટન રહેશે જ્યારે હાર્દિક પંડ્યાને પણ ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે T20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલનો ટીમમાં સમાવેશ કરાયો નથી.રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચૌહાણ. સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.