જો તમે ATMમાંથી પૈસા ઉપાડી રહ્યા છો અને તમારું કાર્ડ ATM મશીનમાં ફસાઈ જાય, તો તમારે તરત જ સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે તમારી એક ભૂલ અને તમારી સાથે એક મોટી છેતરપીંડી થવાનું કારણ બની શકે છે.તાજેતરમાં સામે આવેલા અહેવાલમાં એ વાતનો ખુલાસો થયો છે કે છેતરપિંડી કરનારાઓ હવે એક નવી રીતે ATM કૌભાંડ કરી રહ્યા છે. આ કૌભાંડમાં છેતરપીંડી કરનાર એટીએમમાંથી કાર્ડ રીડર કાઢી નાખે છે, જેના કારણે ગ્રાહક જ્યારે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેનું કાર્ડ મશીનની અંદર ફસાઈ જાય છે. એકવાર આવું થાય પછી, છેતરપિંડી કરનારાઓ ગ્રાહકને તેમનો પિન એન્ટર કરીને મદદ કરવાની ઓફર કરે છે. જ્યારે પિન કામ કરતું નથી, ત્યારે તેઓ પીડિતને બેંકમાં ફરિયાદ કરવા કહે છે.
ગ્રાહકનાં ગયા પછી, છેતરપિંડી કરનારાઓ મશીનમાંથી કાર્ડ કાઢી લે છે અને પીડિતના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. ખાસ કરીને આ કૌભાંડ ખતરનાક છે, કારણ કે આવું થયા પછી પીડિતમાં અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવા અને મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈની મદદ સ્વીકારવાની તેમની ઇચ્છાને નબળી કરી નાખે છે. એટીએમ યુઝર્સ માટે સતર્ક રહેવું અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તેમની બેંકને તાત્કાલિક કરવી મહત્ત્વપૂર્ણ છે.
સ્કેમ કરનારાઓએ એટીએમ મશીનનો ઉપયોગ કરીને લોકોને છેતરવા માટે એક નવી ટેકનિક વિકસાવી છે. અહેવાલ મુજબ, તેઓ મશીનમાંથી કાર્ડ રીડર કાઢી નાખે છે, જેના કારણે ગ્રાહકનું કાર્ડ અંદર ફસાઈ જાય છે. સ્કેમર્સ પિન નંબર માંગીને મદદ ઓફર કરે છે અને પછી તેને અસફળ રીતે દાખલ કરવાનો ડોળ કરે છે. ત્યારબાદ તેઓ ગ્રાહકનાં ફરિયાદ નોંધાવવાની અને એટીએમથી દૂર જવાની તકનો લાભ લે છે. ગ્રાહક ગયા પછી, સ્કેમર્સ કાર્ડ કાઢી લે છે અને તેનો ઉપયોગ કરીને પૈસા કાઢી લે છે.