સાઉથ આફ્રિકાની ટીમે ટી 20 વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 2 અનકૈપ્ટડ ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. 15 સભ્યોની કમાન એડન માર્કરામને સોંપવામાં આવી છે. જાણો ક્યાં ક્યાં ખેલાડી છે ટીમમાં સામેલ.ટી 20 વર્લ્ડકપ માટે સાઉથ આફ્રિકાની ટીમે જાહેરાત કરી દીધી છે. ટીમમાં 2 અનકૈપ્ટડ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, એડન માર્કરામની કેપ્ટનશીપમાં સાઉથ આફ્રિકાની ટીમ ટી-20 વર્લ્ડ કપ રમશે. ટી 20 વર્લ્ડકપના ઈતિહાસમાં સાઉથ આફ્રિકા હજુ સુધી એક પણ ખિતાબ જીતી શકી નથી. સાઉથ આફ્રિકાની ટીમમાં રયાન રિકેલ્ટન અને ઓટનીલ બાર્ટમેન હાલ સાઉથ આફ્રિકાની 20 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે અને ટીમમાં 2 અનકૈપ્ટ ખેલાડી છે
રિકેલ્ટને ટૂર્નામેન્ટમાં મુંબઈ કેપ ટાઉન માટે 58.88ની સરેરાશ અને 173.77ની સ્ટ્રાઈક રેટથી 530 રન બનાવી સૌથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. તો બાર્ટમૈને ગત્ત ચેમ્પિયન સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ માટે 8 મેચમાં 18 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમમાં માર્કરામ, ડી કૉક, રીજા હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર અને હોનહાર ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા બેટ્સમેન સામેલ છે તો ફાસ્ટ બોલરમાં કાગિસો રબાડા અને નોર્ટજે છે. જેમને માર્કો જોનસન અને ગેરાલ્ડ કોએત્ઝીનો સાથ મળશે. જ્યારે બ્યોર્ન ફોર્ટ્યુએન, કેશવ મહારાજા અને તબરેઝ શમ્સી સ્પિનર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.ટીમમાં 2 અનકૈપ્ટ ખેલાડીઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
એર્ડન માર્કરામ (કેપ્ટન) ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિંટન ડી કોક, બ્યોર્ન ફોર્ટ્યુએન, રીઝા હેન્ડ્રિક્સ, માર્કો જેનસન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજા, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, કાગિસો રબાડા, રયાન રિકેલ્ટન,તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ. રિઝર્વ ખેલાડી નંદ્રે બર્જર અને લુંગી એનગીડી છે. ટી 20 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાની ટીમ તેમની પહેલી મેચ 3 જૂનના રોજ શ્રીલંકા સાથે રમશે. બંન્ને ટીમ વચ્ચે ન્યુયોર્કમાં રમાશે. આ વખતે ટીમ એક નવી જર્સીમાં જોવા મળશે.ટી 20 વર્લ્ડકપની શરુઆત 1 જુનથી થઈ રહી છે. આઈપીએલ 2024નો ખેલાડી એર્ડન માર્કરામ ટીમની કેપ્ટનશીપ સંભાળશે.