આંસુના પણ પ્રકાર હોય છે. આંસુ ત્રણ પ્રકારના હોય છે. સૌ પ્રથમ એલર્જી, ચેપ અથવા આંખની સમસ્યાને કારણે આંસુ આવે છે. જેને પાણીવાળી આંખો કહેવામાં આવે છે. બીજા પ્રકારના આંસુ તે છે જે તેજ પવન અથવા હવામાન વગેરેને કારણે આંખોમાં આવે છે, પરંતુ ત્રીજા પ્રકારના આંસુ આપણા રડવા અથવા ભાવનાઓ સાથે સંકળાયેલા છે.જ્યારે પણ તમે ખૂબ ખુશ કે ખૂબ જ ઉદાસ હોવ ત્યારે તમારી આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે. ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી આંખોમાંથી આંસુ કેમ આવે છે અને તેની પાછળનું કારણ શું છે ? જ્યારે પણ આપણે દુઃખી થઈએ છીએ અથવા ખૂબ જ લાગણીશીલ થઈએ છીએ, ત્યારે આપણી આંખોમાં પાણી આવવા લાગે છે ? આ લેખમાં તમને જણાવીશું કે આંસુ આવવા પાછળનું કારણ શું છે.
માણસ જ્યારે ભાવુક થાય છે, ત્યારે આંખમાં આંસુ આવે છે, જો કે આજ સુધી કોઈ આ હકીકતનું ખંડન કરી શક્યું નથી. એક મીડિયા અહેવાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીના પ્રોફેસર માઈકલ ટ્રિમ્બલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ દુખી અથવા અત્યંત ખુશ હોય છે, ત્યારે તે રડવા લાગે છે, જેનાથી તેની આંખોમાં આંસુ આવી જાય છે. આ સિવાય કેટલીકવાર આંખોમાં ઈન્ફેક્શનના કારણે પણ આંખોમાંથી પાણી પડવા લાગે છે. તેની પાછળનું કારણ શરીરમાં હોર્મોન્સમાં ફેરફારો હોવાનું કહેવાય છે, જેમાં એડ્રેનાલિન લેવલમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે. આ હોર્મોન્સમાં થતા ફેરફારોની સીધી અસર આંખો પર પડે છે. જેના કારણે આંખોમાં પાણી આવવા લાગે છે. આ સિવાય ત્રીજી પ્રકારના આંસુ એટલે કે રડીએ ત્યારે આંસુ આવે છે, જે વ્યક્તિ ભાવુક થાય ત્યારે આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આંસુના પણ પ્રકાર હોય છે. આંસુ ત્રણ પ્રકારના હોય છે. સૌ પ્રથમ એલર્જી, ચેપ અથવા આંખની સમસ્યાને કારણે આંસુ આવે છે. જેને પાણીવાળી આંખો કહેવામાં આવે છે. બીજા પ્રકારના આંસુ તે છે જે તેજ પવન અથવા હવામાન વગેરેને કારણે આંખોમાં આવે છે, પરંતુ ત્રીજા પ્રકારના આંસુ આપણા રડવા અથવા ભાવનાઓ સાથે સંકળાયેલા છે.
હવે પ્રશ્ન એ થાય છે કે આંસુ કઈ આંખમાંથી પહેલા આવે છે ? યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ બાલ્ટીમોરના મનોવૈજ્ઞાનિક રોબર્ટ પ્રોવિનના જણાવ્યા અનુસાર, ભાવનાત્મક રુદન માટે હોર્મોન્સ જવાબદાર છે. રોબર્ટ પ્રોવિનના મતે મગજનો જે ભાગ હસતી વખતે સક્રિય થાય છે તે જ ભાગ રડતી વખતે પણ સક્રિય થાય છે. રોબર્ટ પ્રોવિનના મતે સતત હસવા અથવા રડવાના કિસ્સામાં મગજના કોષો પર વધુ તાણ આવે છે, આવી સ્થિતિમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન નામના હોર્મોન્સ શરીરમાં સ્ત્રાવ થાય છે. હસતી વખતે કે રડતી વખતે શરીરમાં થતી પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ માટે પણ આ હોર્મોન્સ જવાબદાર હોય છે. આ સિવાય હસતા અને રડતા સમયે જે આંસુ આવે છે તે એક સરખા જ હોય છે, પરંતુ તેની પાછળની રસપ્રદ વાત એ છે કે ખુશીનું પહેલું આંસુ જમણી આંખમાંથી આવે છે, જ્યારે દુઃખનું પહેલું આંસુ ડાબી આંખમાંથી આવે છે.