રેલ્વે વિભાગ દ્વારા ગુજરાતનાં રેલ્વે સ્ટેશનોને અત્યાઆધુનિક તેમજ હેરીટેજ લુક આપવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે.જેને લઈ આજથી અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનાં નવીનીકરણની કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક્ઝિટ ગેટ પાસે ઈમારતોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 4 કરોડનાં ખર્ચે તૈયાર થનાર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી આજથી શરૂ કરવામાં આવ છે. ત્યારે હવે એક જ સ્થળ પરથી મુસાફરોને રેલવે, મેટ્રો, બુલેટ ટ્રેન તેમજ BRTS ની કનેક્ટિવિટી મળશે.કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે 4 હજાર કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. હડસન હાઈલાઈન પાર્ક પરથી તૈયાર ડિઝાઇન તૈયાર કરાઈ છે. 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીની લીલીઝંડી મળ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે. નવી સ્ટેશનમાં કોણાર્ક અને અડાલજ વાવ થીમની ડિઝાઇન તૈયાર કરાઈ છે.
નવા સ્ટેશનમાં જૂના ટ્રેકની સંખ્યા જાળવી ટ્રેકની સંખ્યા વધારાશે. પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂપિયા 2400 કરોડ ફાળવાયા છે. નવા સ્ટેશનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો વિસ્તાર ડેવલપ કરાશે. જેમાં ગાર્ડન, મોલ સાથે એલિવેશન રોડ બનશે. આધુનિક ટેકનોલોજી સાથે બુકીંગ એરિયા અને રેસ્ટ રૂમ પણ હશે.હેરીટેજ ઝુલતા મિનારાને યથાવત રાખી 20 એકર વિસ્તારમાં ગ્રીન સ્પેસ રાખી નવો લુક અપાશે. વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સાથે મુસાફરો કાલુપુર અને સરસપુર તરફથી એન્ટ્રી લઈ શકશે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન નીચે જમીનમાં મેટ્રો રેલ અને વચ્ચે પશ્ચિમ રેલવેની ટ્રેનો પસાર થતાં મુસાફરોને રેલવે સ્ટેશનનો એક અલગ અનુભવ થશે.
નવા સ્ટેશનની ડિઝાઇનમાં કોનારકની થીમ અને અડાલજ વાવ સહિતની થીમની ડિઝાઇન પર તૈયાર કરવામાં આવશે. જે ડિઝાઇન પ્રમાણે જુના ટ્રેકની સંખ્યા જાળવી રાખી ટ્રેકની સંખ્યા વધારે બનાવાશે. પ્રથમ તબક્કામાં 2400 કરોડના ખર્ચે કામ કરાશે. જેના માટે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઈનું ટેન્ડર પાસ કરાયું છે. તો ટ્રેનની અવર જવર પર કોઈ અસર ન પડે અને મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહે તે માટે કાલુપુર ખાતે પ્લેટફોર્મ 7,8 અને 9 બંધ કરી ત્યાં પ્રથમ તબક્કામાં કામ શરૂ કરાશે.