લોકસભાની ચૂંટણી માટે છેલ્લી ઘડીએ રાજકીય નેતાઓએ પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. ગઈ કાલે પીએમ મોદીનો (PM MODI) ગુજરાતમાં પ્રચાર પુરો થયો ત્યારે તાજેતરમાં ભાજપમાં (bjp) જોડાયેલ અનુપમા (Anupama) ફેમ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) પ્રચાર માટે ગુજરાતમાં આવી રહી છે. રૂપાલી ગાંગુલી આજે પોરબંદરમાં (Porbhandar) ભાજપ (BJP) ઉમેદવાર મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) માટે પ્રચાર કરશે. પોરબંદરમાં સાંજે રૂપાલી ગાંગુલી રોડ શો કરશે.
પ્રાપ્ત જાણકારી મુજબ રૂપાલી ગાંગુલી આજે ગુજરાતમાં આવી રહી છે. આજે બપોરે 4 : 30 કલાકે જુનાગઢના કેશોદ ખાતે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાના સમર્થનમાં રોડ શોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાશે. રુપાલી ગાંગુલીએ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેને કહ્યુ કે, મનસુખ માડવિયાના સમર્થનમાં જુનાગઢના કેશોદ ખાતે રોડ કરશે તેને લોકોને મોટી સંખ્યમાં જોડાવા માટે આહ્વાન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી રુપાલી ગાંગુલી બીજેપીમાં જોડાઈ છે. તેને ભાજપમાં જોડાવા અંગકે કહ્યુ હતુ કે, તે પીએમ મોદીની મોટી પ્રશંસક છે. ભાજપ ખૂબ સારું કામ કરી રહ્યું છે અને તેથી જ હું ભાજપમાં જોડાઈ છું. રુપાલી ગાંગુલીના વાત કરવામા આવે તો તેને ફેમસ ટીવી સીરિયલ ‘અનુપમા’ અનુપમાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. તેને ચાહક વર્ગ ખુબ મોટો છે. ત્યારે તાજેતરમાં જ રૂપાલી ગાંગુલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી હતી.