બોલીવુડની ક્વીન કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં BJP ની ઉમેદવારે છે.તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે. કંગના જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે. આપડે જાણીએ છીએ કે બોલીવુડ ના ઘણા કલાકરો રાજનીતિ માં ઉતરતા હોય છે. કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં લોકસભા ચૂંટણી અને રાજનીતિ પર વાત કરી. અહીં કંગનાએ પોતાના ફિલ્મી કરિયરને લઈને મોટી જાહેરાત કરી છે.
કંગનાએ હાલ ઈશારો એવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં જો તે જીતશે તો ધીરે ધીરે શોબિઝની દુનિયા છોડી દેશે. કારણ કે તે એક જ કામ પર ફોકસ કરવા માંગે છે. કંગનાને જ્યારે પુછવામાં આવ્યું- ફિલ્મ અને રાજનીતિને કેવી રીતે મેનેજ કરશે? તેના પર એક્ટ્રેસ બોલી, “હું ફિલ્મોમાં પણ બોર થઈ જાઉ છું. હું રોલ પણ કરૂ છું, નિર્દેશન પણ કરૂ છું. જો મને રાજનીતિમાં સંભાવના દેખાય કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે તો પછી રાજનીતિ જ કરીશ. આઈડિયલી હું એક જ કામ કરવા માંગુ છું. “કંગનાએ આગળ કહ્યું મને લાગે છે કે લોકોને મારી જરૂર છે તો પછી હું તે દિશામાં જઈશ. હું જો મંડીથી જીતીશ તો હું રાજનીતિ જ કરીશ. મને કોઈ ફિલ્મમેકર કહે છે કે રાજનીતિમાં ના જાઓ. તમારે લોકોની આશા પર ખરા ઉતરવું પડશે. મારી પર્સનલ મહત્વકાંક્ષાઓના કારણે લોકો સફર કરી રહ્યા છે આતો સારી વાત નથી. મેં એક પ્રિવિલેજ લાઈફ જીવી છે. જો હવે લોકોની સાથે જોડાવવાનો મોકો મળી રહ્યો છે તો તેને પણ પુરો કરીશ.
એક્ટ્રેસને પુછવામાં આવ્યું કે ફિલ્મોના મુકાબલે રાજનીતિની લાઈફ એકદમ અલગ હોય છે.તો એમને એં પુચવામાં આવ્યું કે શું આ બધુ તેને ફાવી રહ્યું છે? તો જવાબમાં કંગનાએ જણાવ્યું- ફિલ્મોની એક ખોટી દુનિયા છે. તે અલગ વાતાવરણ બનાવવામાં આવે છે. એક બબલ બનાવવામાં આવે છે લોકોને આકર્ષિત કરવા માટે.પરંતુ રાજનીતિ એક વાસ્તવિકતા છે. લોકોની સાથે તેમની આશા પર ખરા ઉતરવાનું છે. હું નવી છું પબ્લિક સર્વિસમાં ઘણુ બધુ શીખવાનું છે.