બોલીવુડની એક ધમાકેદાર ફિલ્મ ના અપડેટ સામે આવ્યા છે.કરીના કપૂર ખાન અને દિપીકા પાદુકોણ બૉલીવુડની સૌથી ફેમસ અભીનેત્રીઓમાંથી એક છે અને આ બંનેએ પોતાના અભિનયથી સતત દર્શકો અને ફિલ્મ સમીક્ષકોનું પણ દિલ જીતી રહી છે. બંનેએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
એ પણ એક વાત ખાસ છે કે કરીના કપૂર ખાન હાલમાંજ ફિલ્મ ‘ક્રુ’માં જોવા મળી હતી. તે જ સમયે, દીપિકા પાદુકોણ અભિનેતા રિતિક રોશન સાથે ફિલ્મ ‘ફાઇટર’માં જોવા મળી હતી. અને હવે આ બંને અભિનેત્રીઓ સિંઘમ અગેઈન ફિલ્મમાં સાથે જોવા મળશે ત્યારે તેમના ચાહકો આ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
સિંઘમ અગેનમાં કરીના અને દિપીકા સાથે અજય દેવગન, રણવીર સિંહ, અક્ષય કુમાર,ટાઈગર શ્રોફ,અર્જુન કપૂર જેવા કલાકરોની શાનદાર કાસ્ટ છે. એં પણ કહેવાય રહ્યું છે કે આ ફિલ્મમાં કરીના અને દિપીકા પાદુકોણનો રોલ ઘણો પાવરફુલ અને મહત્વનો રહેશે.
કરીના કપૂર ખાને સોશ્યલ મીડિયા પર કહ્યું કે, ‘દીપિકા પાદુકોણ અને હું આ ફિલ્મમાં ખૂબ જ મજબૂત ભૂમિકા ભજવવાના છીએ. પરંતુ દેખીતી રીતે તે ખૂબ જ અલગ હશે, આ ફિલ્મ આ વર્ષ માટે બોલિવૂડ માટે એક મોટું બોનસ છે, અને મને ખાતરી છે કે લોકો તેનો આનંદ માણશે.’