એર ઇન્ડિયા એક્સપ્રેસ “સીક લીવ ” પર ગયેલા કર્મચારીઓ માટે નવા સમાચાર આવ્યા છે. “સીક લીવ ” પર ગયેલા કર્મચારીઓને ટર્મિનેશન લેટર આપવામાં આવ્યા છે. એર ઇન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોચડવા અને નીમ્નુકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને બરતરફીની નોટીસ આપી છે.
હકીકતમાં હવે એ છે કે 100 થી વધુ ક્રૂ મેમ્બર્સ અચાનક માંદગીની રાજા પર જવાના કરને એર્લીનેને ચીલા બે દિવસમાં તેની 10 ફલાઈટ રદ કરવી પડી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ કેબિન ક્રૂ મેમ્બર્સ પોતાની માંગણીઓને લઈને એક પ્રકારની હડતાળ પર ઉતરી ગયા છે. મંગળવારે જ્યારે એરલાઈન્સની ઘણી ફ્લાઈટ્સ ઉપડવાની હતી ત્યારે છેલ્લી ક્ષણે કેબિન ક્રૂ સભ્યોએ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા. જ્યાં સુધી કેબિન ક્રૂનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી એર ઈન્ડિયા એક્સપ્રેસને તેની કામગીરીમાં વિક્ષેપનો સામનો કરવો પડશે.
સમગ્ર મામલો શું હતો એ આપને જણાવીએ તો ગઈકાલે એર ઇન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ટાટા ગ્રુપની એરલાઈનના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને દેશવાસીઓને આ જાણકારી આપી હતી. ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનકજ રાજા પર ગયેલા કૃ મેમ્બર્સ હોવાનું કહેવાય છે. મંગળવારની રાતથી બુધવારની સવારની વછે આ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.