પ્રભાસ સ્ટારર એસ.એસ રાજામૌલીની બાહુબલી મુવી ભારતની પ્રભાવશાળી મુવીમાંની એક મુવી છે. અ ફિલ્મો ખુબજ ધમાકેદાર રહી હતી.લોકો દર્શકો તરફથી આ ફિલ્મ ને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.2015માં આવેલી એસ એસ રાજામૌલીની “બાહુબલી: ધ બિગીનિંગ” મૂવીએ લોકોના દિલ જીતી લીધા હતા. ત્યાર બાદ આવેલી “બાહુબલી: ધ કોનક્લૂઝન” મુવી પણ બધાને ખુબજ પસંદ પડી હતી. અને આ મુવીએ કમાણીના રેકોર્ડ પણ તોડી નાખ્યાં હતાં. હવે રાજામૌલી તેમની નવી મુવીની તૈયારીમાં લાગી ગયા છે. તેમની આગામી મૂવીમાં મહેશ બાબુ લીડ રોલમાં જોવા મળશે.
રાજામૌલીની આગામી મૂવી SSMB29 ખૂબ ઊંચા બજેટમાં બનવાની છે. તેનું બજેટ 1000 કરોડ હશે તેમ રિપોર્ટ પરથી હાલ જાણવા મળી રહ્યું છે. આ મૂવી ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી મૂવી હશે. આ દરમિયાન 1 મેના રોજ રાજામૌલીની અનલિમિટેડ સીરીઝ “બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ”નું ટ્રેલર લોન્ચ થયું છે. આ એનિમેશન સીરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 17 મેના રોજ સ્ટ્રીમ થશે.
બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ” એનિમેશન સીરીઝને જીવન જે કાંગ અને નવીન જોને ડાયરેક્ટ કર્યું છે. આ સીરીઝને લઇ હૈદરાબાદમાં એક ઇવેન્ટ તાજેતરમાં યોજાઈ હતી જ્યાં રાજામૌલી પોહચ્યા હતા. જ્યાં તેમને કહ્યું હતું કે બાહુબલી ફ્રેન્ચાયજીને અનેક માધ્યમ મારફતે એક્ષપેન્ડ કરાઈ રહી છે. તેમને બાહુબલીના વિસ્તાર વિશે ચર્ચા કરી હતી. એ સાથેજ રાજામૌલીએ આ એનીમેટેડ સીરીઝ પર વધુમાં જણાવ્યું હતું કે વેસ્ટર્નમાં મૂવીમાં કોઈ બ્રાન્ડ બને છે ત્યારે તેઓ અલગ લેવલ પર પોહચી જાય છે. અમે અત્યાર સુધી બાહુબલીની ગેમ અને સીરીઝ બનાવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જે મુજબ અપેક્ષા હતી તે મુજબનું કશું જ નથી થયું. બાહુબલીની સીરીઝ માત્ર એનિમેશન પૂરતી સીમિત નહીં રહે પણ તેને બીજા સ્વરૂપમાં પણ બનાવવામાં આવશે.
,”બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ” એનિમેશન સીરીઝના ટ્રેલરમાં જોઈ શકાય છે કે,બાહુબલી અને ભલ્લાલદેવના વીરતાના કારનામાં પર પ્રકાશ પડાયો છે. જેમાં તેઓ વિલન રક્તદેવનો સામનો કરી રહ્યા છે.