હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. આ સિવાય અક્ષય તૃતીય પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી.ભગવાન વિષ્ણુના અવતાર નાર નારાયણ અને હય્ગ્રીવનો અવતાર પણ આ તિથીએ થયો હોવાનું મનાય છે.એટલે આજે પરશુરામ જયંતી પણ ઉજવવામાં આવે છે.હિંદુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજી તિથિના દિવસે અક્ષય તૃતીયા ઉજવામાં આવે છે. આ તહેવાર હિંદુ ધર્મમાં ખુબજ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે.
આ દિવસે દાન તથા પૂજા અને જપ કરવા પણ સારા મનાય છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી ખુબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ આ દિવસે પૂજન અર્ચન કરવાથી પ્રાપ્ત થાય છે.ખાસ અમુક એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે આજના દિવસે વ્યક્તિના જીવન માટે અશુભ મનાય છે. અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ મસાલેદાર એટલે કે તામસિ પ્રકૃતિ ધરાવતું ભોજન ન કરવું જોઈએ. આ સાથે માંસ અને દારૂનું સેવન પ્રતિબંધિત માનવામાં આવે છે. એ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે આમ કરવાથી અશુભ પરિણામ આવી શકે છે. અક્ષય તૃતીયાના દિવસે વ્યક્તિએ માત્ર સાત્વિક આહાર લેવો જોઈએ, તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.
અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ કારણથી અક્ષય તૃતીયા પર ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખો અને કચરો ન નાખો.હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ કારણથી અક્ષય તૃતીયા પર તુલસીના પાન ન તોડવા જોઈએ. આ દિવસે તમે તુલસીની પૂજા કરી શકો છો અને સાંજે ઘીનો દીવો પ્રગટાવી શકો છો.અક્ષય તૃતીયા પર વ્યક્તિએ જુગાર, ચોરી, લૂંટ, જુગાર અને જૂઠું બોલવા જેવા કોઈપણ ખોટા કાર્યોમાં પ્રવૃત્ત ન થવું જોઈએ. આ કારણે માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.