દેશી સુપરસ્ટાર મનોજ બાજપેયી પોતાની ફિલ્મ “ભૈયાજી”થી ધૂમ મચાવે છે. હાલ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તે એકદમ ધમાકેદાર છે. ટ્રેલરમાં તમે એને એક અલગ લુકમાં તમે જોઈ સકશો.ટ્રેલરમાં જોઈ શકાય છે કે મનોજ બાજપેયી ઝભ્ભો પહેરેલ જોવ નડે છે. મનોજ બાજપેયી પોતાના ભાઈના મોતનો બદલો લેતા જોવા મળી રહ્યા છે. સૌથી વધુ અદ્ભુત વાત એ છે કે આ મનોજ બાજપાયી ની ૧૦૦મી ફિલ્મ છે.
મનોજ બાજપેયી આ ફિલ્મમાં ભૈયાજીની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં એક પાત્ર તેના વિશે કહી રહ્યું છે. ભૈયાજી વિશે જણાવતા તે વ્યક્તિ કહે છે – ‘ભાઈ, જો આપણે રાજનીતિની વાત કરીએ તો ભૈયાજી શાસક પક્ષને વિપક્ષમાં અને વિપક્ષને શાસક પક્ષમાં ફેરવવામાં માસ્ટર માઈન્ડ છે. એક સમય હતો જ્યારે દુષ્કર્મીઓ પણ તેમના કિસ્સાઓ સાંભળીને તેમના ખરાબ કાર્યો છોડી દેતા હતા. એ વખતે સરકાર એ જ હતી, પ્રજા પણ એ જ હતી, ગુનાઓ પણ એ જ હતા, કાયદા પણ એ જ હતા.
તે વ્યક્તિ એ પણ કહે છે કે ભૈયાજી રોબિન હૂડ નથી, તેના બાપ છે. આના પરથી તમે સમજી શકો છો કે દેશી સુપરસ્ટાર મનોજ બાજપેયી આ ફિલ્મમાં કેવી દમદાર ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મમાં મનોજ તેના ભાઈના મોતનો બદલો લેતો જોવા મળશે. આવી સ્થિતિમાં, પોતાના ભાઈની હત્યા કરનાર વ્યક્તિ સાથે વાત કરતી વખતે, મનોજ બાજપેયી એક દ્રશ્યમાં જાહેર કરે છે કે ‘હવે નરસંહાર થશે, વિનંતી નહીં.’
આ ફિલ્મમાં મનોજ બાજપેયીની સાથે અભિનેત્રી ઝોયા હુસૈન, સુવિન્દ્ર વિકી, જતીન ગોસ્વામી અને અન્ય જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ સિંહ કાર્કી દ્વારા કરવામાં આવ્યું છે. વિનોદ ભાનુશાળી સાથે મનોજની પત્ની શબાના રઝાએ પણ તેનું નિર્માણ કર્યું છે. ટ્રેલરથી સ્પષ્ટ છે કે મનોજ બાજપેયી સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ જોઈને પ્રેક્ષકોને હાશકારો થવાનો જ છે. તો શાંત રહો, હવે 24મી મેના રોજ ભૈયાજી આવશે અને તબાહી મચાવશે.