ક્યારેક યુએસમાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને ચર્ચામાં આવેલા શખ્સનું અચાનક મોત થયું છે. વાત જાણે એમ છે કે, રિચાર્ડ રિક સ્લેમેન (62 વર્ષ) જેમને ડુક્કરની કિડની હતી તેઓ યુએસના રાજ્ય મેસેચ્યુસેટ્સમાં મૃત્યુ થયું છે. રિચાર્ડને માર્ચમાં જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે, આ કિડની ઓછામાં ઓછા 2 વર્ષ સુધી રિચર્ડના શરીરમાં યોગ્ય રીતે કામ કરી શકે છે. જ્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું તે હોસ્પિટલે જણાવ્યું હતું કે, ડુક્કરની કિડની રિચાર્ડના મૃત્યુનું કારણ નથી. ટ્રાન્સપ્લાન્ટ ટીમે રિચર્ડના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
રિચાર્ડ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે ડુક્કરની કિડની તેના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. અગાઉ ડુક્કરની કિડની માત્ર બ્રેઈન-ડેડ વ્યક્તિના શરીરમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતી હતી. આ સાથે બે લોકોને ડુક્કરનું હાર્ટ પણ આપવામાં આવ્યું છે. જોકે સર્જરીના થોડા મહિના પછી જ તેમનું મૃત્યુ થયું હતું. રિચાર્ડનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ 2018માં થયું હતું. જોકે તે કિડની પણ ફેલ થઈ ગઈ અને તેણે ફરીથી ડાયાલિસિસ કરાવવું પડ્યુ.થોડા સમય પછી તેમને ડાયાલિસિસમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો શરૂ થયો, જેના પછી ડૉક્ટરોએ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સૂચન કર્યું. રિચર્ડના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોએ ટ્રાન્સપ્લાન્ટ ટીમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ડોક્ટરોના કારણે અમારે રિચર્ડ સાથે થોડો વધુ સમય વિતાવવો મળ્યો. રિચાર્ડ આ સર્જરી માટે તૈયાર હતો જેથી વિશ્વભરના તેના જેવા અન્ય દર્દીઓને જીવવાની નવી આશા મળી શકે.
રિચાર્ડની સર્જરીના એક મહિના પછી એપ્રિલમાં ન્યુ જર્સીની લિસા પિસાનો નામની મહિલાને પણ જીનેટિકલી મોડિફાઈડ ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેને મિકેનિકલ પંપ પણ લગાવવામાં આવ્યો હતો જેથી તેનું હૃદય ધડકતું રહે. ડુક્કરની કિડની માનવ શરીર માટે કેવી રીતે યોગ્ય બનાવવામાં આવી હતી. આપણું શરીર આ ખાંડના પરમાણુને વિદેશી તત્વની જેમ માને છે અને તેને નકારી કાઢે છે. આ કારણે આ પહેલા જ્યારે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટની કોશિશ કરવામાં આવી હતી તે નિષ્ફળ ગઈ હતી.