લોકસભા ચૂંટણીના ઘણા અપડેટ સામે આવી રહ્યા છે. દરેક ઉમેદવાર પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે.બોલિવુડ ક્વીન કંગના રણૌત ભારતીય જનતા પાર્ટીની તરફથી હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. મંગળવારે તેમણે પોતાનું નોમિનેશન ફોર્મ ભર્યું છે. જેમાં કેમની સંપત્તિની જાણકારી આપી છે. કંગનાના ચૂંટણી ફોર્મ અનુસાર, તેમની પાસે 91.5 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ છે. જેમાં 28.7 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 62.9 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે.
કંગનાની પાસે 6.7 કિલો સોનાના દાગીના છે જેની કિંમત લગભગ 5 કરોડ છે. તેમની પાસે 60 કિલો ચાંદી છે. તેમાં ચાદીના વાસણ અને દાગીના શામેલ છે અને તેની કિંમત લગભગ 50 લાખ છે. કંગના રણૌતની પાસે હીરાની જ્વેલરી પણ છે જે 3 કરોડની છે.
કંગનાની પાસે લક્ઝરી ગાડીઓ પણ છે. તેમની પાસે એક બીએમડબ્લ્યૂ છે. જેની કિંમત 98 લાખ છે. તેમની પાસે એક મર્સિડીઝ બેંઝ છે જે 58 લાખની છે. તેની સાથે જ તે મર્સિડીઝ મેબેકની પણ માલિક છે અને આ ગાડીની કિંમત 3.91 કરોડ છે. કંગનાની પાસે એક વાસ્પા સ્કૂટર પણ છે જેની કિંમત 53,000 છે.
કંગનાની પાસે 2 લાખ કેશ છે અને તેમનું બેંક બેલેન્સ ખૂબ વધારે છે. કંગના રણૌતની પાસે એટલું સોનું-ચાંદી અને હીરા ઉપરાંત 1.35 કરોડનું બેંક બેલેન્સ છે. તેની સાથે જ કંગનાએ જણાવ્યું છે કે તેમના પર 17 કરોડનું દેવું પણ છે.જોકે આપને એ પણ જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કોંગ્રેસ ના એક મહિલા નેતા સુપ્રિયા શ્રીનેત ની એક ટીપ્પણી પરથી ઘણો વિવાદ થયો હતો. હિમાચલની મંડી સીટથી ભાજપ ઉમેદવાર બોલીવુડ એક્ટ્રેસ કંગના રાનૌતે વાંધાજનક ટિપ્પણી મામલામાં કોંગ્રેસના સોશિયલ મીડિયા ચીફ સુપ્રિયા શ્રીનેત પર વળતો જવાબ આપ્યો હતો . કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, દરેક મહિલા સન્માનની હકદાર છે. મામલો વધારે ચગતા સુપ્રિયા તરફથી આ ટ્વિટ હટાવી દેવામાં આવ્યું હતું. તેમણે સમગ્ર પ્રકરણ પર સ્પષ્ટતા આપી દીધી હતી અને કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમનું એક્સ હેંડલ હૈક થઈ ગયું હતું. આ પોસ્ટ તેમને નથી કરી.