વિશ્વ બેંકથી લઈને IMF સુધી આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેની ઝડપી ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બધાની વચ્ચે હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ તેના પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. મૂડીઝ રેટિંગ્સે મંગળવારે ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું હતું.
મૂડીઝ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે મજબૂત લોનની માંગ NBFC સેક્ટરની નફાકારકતાને ટેકો આપશે અને સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે. એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે અને આગામી નાણાકીય વર્ષમાં 6.2 ટકાના દરે વૃદ્ધિ પામશે.મૂડીઝ અનુસાર છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ 8 ટકા રહેવાની ધારણા છે. NBFCs વિશે વાત કરતાં અહેવાલમાં જણાવાયું છે કે,ભારતમાં નોન-બેંક ફાઇનાન્સ કંપનીઓ માટે ભંડોળનો ખર્ચ વધી રહ્યો છે અને મજબૂત આર્થિક સ્થિતિ NBFCsને સંપત્તિની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરશે. જોકે વ્યાજ દરમાં વધારો થવાથી તેમના ગ્રાહકો પર દેવાનો બોજ વધી શકે છે. આનાથી NBFCsમાં મજબૂત ધિરાણ વૃદ્ધિ થશે જે તેમના નફા પર ખર્ચનું દબાણ ઘટાડશે અને ક્ષેત્રને મજબૂત બનાવશે.
આ અહેવાલમાં જણાવાયું છે કે, NBFCs ભારતની વિશાળ અર્થવ્યવસ્થામાં લોકો અને વ્યવસાયોની લોનની જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. સૌથી મોટી 20 NBFCs પાસે મજબૂત બજાર સ્થિતિ છે અને હોમ લોન અથવા ઓટો લોન અથવા અન્ય ચોક્કસ પ્રકારની લોન ઓફર કરવાનો લાંબો ઇતિહાસ છે. વધુમાં તેમાંના મોટા ભાગની સરકાર અથવા મોટા કોર્પોરેટ જૂથોની માલિકી ધરાવે છે જે એજન્સીના જણાવ્યા અનુસાર તણાવના સમયમાં તેમના ભંડોળને સ્થિરતા પ્રદાન કરશે. નોંધનિય છે કે, મૂડીઝ રેટિંગ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ FY25 માટે GDP વૃદ્ધિનો અંદાજ RBI અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા અંદાજ કરતાં ઓછો છે પરંતુ તે ડેલોઈટના અનુમાનની બરાબર છે. નોંધનીય છે કે RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે. આ સિવાય એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને ફિચ રેટિંગ્સે પણ 7 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે જ્યારે S&P ગ્લોબલ રેટિંગ્સ અને મોર્ગન સ્ટેન્લીએ 6.8 ટકાની આગાહી કરી છે. ડેલોઇટ વિશે વાત કરતાં તેણે કહ્યું છે કે અર્થતંત્ર 6.6 ટકાના દરે વૃદ્ધિ