માસ્ટર બ્લાસ્ટર અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના બોડીગાર્ડે પોતાને ગોળી મારી દીધી હતી. સુત્રોના જણાવ્યા મુજબ સચિનનો બોડીગાર્ડ રજા પર તેના ઘરે આવ્યો હતો. મંગળવારે રાત્રે તેણે પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. તેંડુલકરના બોડીગાર્ડ પ્રકાશ ગોવિંદા કાપડે (37)નું ઘર જામનેર શહેરના જલગાંવ રોડ પર સ્થિત ગણપતિ નગરમાં છે. આ દિવસોમાં રજા લઈને તે ઘરે આવ્યા હતા.
પ્રકાશ ગોવિંદ કાપડેની SRPF જવાન તરીકે ભરતી કરવામાં આવી હતી. તેમની પોસ્ટિંગ બાદથી તેઓ મુંબઈમાં સચિન તેંડુલકરના બોડીગાર્ડ તરીકે તૈનાત હતા. તે 8 દિવસની રજા પર જમણેર સ્થિત પોતાના ઘરે ગણપતિ નગર આવ્યાં હતા. અને અડધી રાતે પોતાની પાસે રહેલી રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. આ દરમિયાન બધા સૂતા હતા. ફાયરિંગનો અવાજ સાંભળીને અચાનક બધા દોડી આવ્યાં અને જોયું તો તે લોહીથી લથપથ જમીન પર પડેલ હતા. લોકો તેને કોઈ રીતે હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.