SBI ના ખાતાધારકો માટે એક ખાસ સમાચાર મળી રહ્યા છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે મોટા સમાચાર આપ્યા છે. SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર ગ્રાહકો માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નવા FD દરો 15 મે, 2024 થી ગ્રાહકો માટે લાગુ કરવામાં આવ્યા છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર SBIના નવા વ્યાજ દરોથી ગ્રાહકોને 0.75 ટકા સુધીનો ફાયદો થશે.
SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે અને આ વધારો રૂ. 2 કરોડ સુધીની છૂટક થાપણો અને રૂ. 2 કરોડથી વધુની બલ્ક ડિપોઝીટ પર કરવામાં આવ્યો છે. FD પરના નવા વ્યાજ દરો આજથી લાગુ થઈ ગયા છે. બેંકે FD વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે તેને 4.75 ટકાથી વધારીને 5.50 ટકા કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે, બેંકે આ સમયગાળા માટે FD પર વ્યાજ દર 5.25% થી વધારીને છ ટકા કર્યો છે.
SBIએ 46 દિવસથી 179 દિવસ, 180 દિવસથી 210 દિવસ અને 211 દિવસની 1 વર્ષથી ઓછી મુદતવાળી FD પરના વ્યાજ દરમાં 0.25 થી 0.75 ટકાનો વધારો કર્યો છે. SBIએ છેલ્લે 27 ડિસેમ્બર, 2023ના રોજ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો હતો.