AHMEDABAD: પૂરક પરીક્ષા માટે શાળાઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે, સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકશે તો વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ
રાજયના ઘોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે. ઘોરણ 10ની જૂલાઈમાં શરૂ થનારી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આ ફોર્મ ભરવાની તારીખ 22 મેના સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. એ જ સાથે વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી માફ કરાઇ છે. અને પુરક પરીક્ષા માટે શાળાઓ બોર્ડની વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે. આ સાથે સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિત વિકલ્પ લઈ શકશે.
જોકે પૂરક પરીક્ષા માટે શાળાઓએ જ ગુજરાત બોર્ડની વેબસાઈટથી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા છે તેવા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકશે. તેમજ કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.