ગયા વર્ષે શાહરૂખ ખાનની મૂવી સહિત ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પરંતુ હવે આ વર્ષે શાહરૂખ કે સલમાનની કોઈ મૂવી નથી આવવાની. પણ ગયા વર્ષે એવા કેટલાક સ્ટાર છે જેમની બિગ બજેટવાળી ધમાકેદાર મૂવી રિલીઝ થશે. જેમાં સલમાન, શાહરૂખ, ઋતિક રોશન, રણબીર સિંહ સહિતના સ્ટાર સામેલ હશે. અમે તમને વર્ષ 2025માં રિલીઝ થનારી બિગ બજેટવાળી મૂવી વિશે માહિતી આપીશું જેની અત્યારથી જ ખૂબ ચર્ચા થઈ રહી છે.શાહરૂખ ખાનની મૂવી “ધ કિંગ” અત્યારથી જ ચર્ચામાં છે. આમ તો આ મૂવી શાહરૂખની દિકરી સુહાના સેન્ટ્રીક હતી પરંતુ તેની સ્ક્રિપ્ટમાં ચેન્જ કરી શાહરૂખનો રોલ થોડો વધારવામાં આવ્યો હતો. આ મૂવીને શાહરૂખ જ લીડ કરશે. શાહરૂખે આ મૂવીમાં 200 કરોડ ઇન્વેસ્ટ કર્યા છે. આ મૂવીનું પ્રથમ શેડ્યુલ લંડનમાં શૂટ થશે. આ મૂવી 2025ની બિગ બજેટ મૂવી પૈકીની એક છે.
સલમાન ખાનની “સિકંદર” મૂવીમાં રશ્મિકા મંદાના પણ જોવા મળવાની છે. સલમાનની આ મૂવી સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરવાના છે અને એ.આર. મુરુગદાસ ડાયરેક્ટ કરશે. સલમાને આ ઈદના દિવસે જાહેરાત કરી હતી કે સિકંદર મૂવી 2025ની ઈદના દિવસે રિલીઝ થશે. આ મૂવીથી સારી કમાણી થશે તેવો જાણકારોનો મત છે. સિકંદરમાં પ્રીતમ મ્યુઝીક આપશે.
આ બિગ બજેટ મૂવી એક્શન થ્રિલર હશે.ઋતિક રોશનની “વોર – ૨” બિગ બજેટ મૂવી બોક્સ ઓફિસ પર ધમાકેદાર પર્ફોમ કરશે. તેનું બજેટ 200 કરોડ જેટલું માનવામાં આવી રહ્યું છે.YRF સ્પાઈ યુનિવર્સની આ મૂવીમાં ઋતિકની સાથે જૂનિયર NTR પણ જોવા મળશે. તેઓએ શૂટિંગ પણ શરુ કરી દીધું છે. વોર 2માં કાયરા અડવાણી પણ જોવા મળશે. આ બિગ બજેટ મૂવીમાં ભરપૂર એક્શન અને ડ્રામા જોવા મળશે.
2025માં રિલીઝ થનારી “લવ એન્ડ વોર” મૂવીમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ જોવા મળશે. સંજય લીલા ભણસાલી થોડા સમય પેહલા જ આ મૂવીની જાહેરાત કરી હતી. ભણસાલી તેના એક એક સીન માટે ખૂબ પૈસા વાપરે છે. તેની મૂવીના સેટ ખૂબ મોંઘા હોય છે. આવતા વર્ષની લવ એન્ડ વોર મૂવી બિગ બજેટવાળી હશે.
આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જે જુલાઈ 2024 સુધી પૂર્ણ થઈ જશે તેવી શક્યતા છે. સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની આ ફિલ્મ અત્યારથી જ ચર્ચામાં છે. સની દેઓલ તો પોતાનું શૂટિંગ પણ પૂર્ણ કરી ચૂક્યા છે. આ ફિલ્મ આમિર ખાન પ્રોડ્યૂસ કરી રહ્યો છે. જેનું બજેટ 100 કરોડથી વધુનું હોવાનો અંદાજો છે.