CREDAI Colliers Liases Foras ના રિપોર્ટ અનુસાર, ભારતના આઠ શહેરોમાં ઘર ખરીદવું હવે મોંઘું થઈ ગયું છે. 2024 ના પ્રથમ ક્વાર્ટરના ડેટા અનુસાર, દિલ્હી NCR, બેંગલુરુ, અમદાવાદ, પુણે, ચેન્નઈ, કોલકાતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન, હૈદરાબાદ અને પૂણેમાં ઘરની કિંમતોમાં વધારો થયો છે.બેંગલુરુમાં સૌથી વધુ 19% નો વધારો જોવા મળ્યો છે, ત્યારે ચેન્નઈમાં સૌથી ઓછો 4% નો વધારો જોવા મળ્યો છે. આ સિવાય દિલ્હી એનસીઆર, અમદાવાદ અને પૂણેમાં પણ બે આંકડામાં વધારો થયો છે. અન્ય શહેરોમાં ભાવમાં 2 થી 7 ટકાનો વધારો થયો છે.
વધતી જતી મોંઘવારી હવે દરેક જગ્યાએ ભારે પડી રહી છે. જે લોકો નવું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છે તેમના ખિસ્સા પર હવે બોજ વધી ગયો છે. ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતા શહેર બેંગલુરુના રીફેરી અને આઉટર ઈસ્ટ માઈક્રો માર્કેટમાં એક વર્ષમાં ઘરોની કિંમતોમાં 32 ટકાનો વધારો થયો છે.આ દિલ્હી એનસીઆરમાં મકાનોની માંગ સતત વધી રહી છે, ત્યારે અહીં મકાનોની કિંમતમાં 16 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. દ્વારકા એક્સપ્રેસ વેની આસપાસ અહીં ઘર ખરીદવું સૌથી મોંઘુ બની ગયું છે. આ વિસ્તારમાં કિંમતોમાં 23 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં અમદાવાદ પણ આ વધતી મોંઘવારીથી દૂર નથી રહ્યું, અહીં પણ મકાનોની કિંમતમાં વાર્ષિક 13 ટકાનો વધારો થયો છે.
મહારાષ્ટ્રના પુણેમાં પણ એ જ ગતિએ મકાનોના ભાવમાં વધારો થયો છે. જો કે, દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ઘર ખરીદવું આ શહેરોની સરખામણીમાં ઓછું મોંઘું થયું છે. અહીં કિંમતો ડબલ ડિજિટથી નીચે છે અને કિંમતોમાં 6 ટકાનો વધારો થયો છે. જ્યારે નવા આઈટી હબ તરીકે સ્થાપિત થયેલા હૈદરાબાદમાં મકાનોની કિંમતોમાં 9 ટકાનો વધારો થયો છે.ગત વર્ષના ડેટા જોઈએ તો 2023 ના બીજા ક્વાર્ટરના આંકડા આવ્યા ત્યારે પણ દેશના ઘણા શહેરોમાં મકાનોની કિંમતો વધી ગઈ હતી. તે સમયે કોલકાતામાં મકાનોની કિંમતોમાં 15 ટકા સુધીનો વધારો થયો હતો. તે વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં પણ મકાનો 14 ટકા મોંઘા થઈ ગયા હતા. તે સમયે પણ દ્વારકા એક્સપ્રેસ વેની આસપાસ મકાનો સૌથી મોંઘા હતા. જે રીતે મકાનોની કિંમતો વધી રહી છે, ભવિષ્યમાં ઘરનું ઘર લેવાનું વધુ મુશ્કેલ બની જશે.