Accident: દ્વારકા-સોમનાથ યાત્રાળુઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત થયો છે. મળતી જાણકારી પ્રમાણે દ્વારકા-સોમનાથ હાઈવે પર યાત્રાળુઓને લઈને જતી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી.
કેટલા યાત્રાળુઓ થયા ઇજાગ્રસ્ત
આ બસમાં 50 જેટલાયાત્રિકો સવાર હતા. જેમાથી અકસ્માતમાં 30થી વધુ યાત્રાળુઓને ઇજા પહોંચી છે. જે દ્વારકાથી સોમનાથ જઇ રહ્યા હતા ત્યારે માર્ગમાં આ અકસ્માત સર્જાયો હતો.
પોરબંદરની હોસ્પિટલમાં લોકોની સારવાર
આ તમામ યાત્રિકો અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના હોવાનું સામે આવ્યું છે. પોરબંદર નજીક હાઇવે પર આ ઘટના બની હતી. એ જ સાથે ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.