રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, તો કેટલાક જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયુ રહેવાની અને પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે
રાજ્યમાં કમોસમી વરસાદ પડશે એવી હવામાન વિભાગ તરફથી આગાહી મળી છે.હવામાન વિભાગે એવું પણ જણાવ્યું કે આ માવઠું સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની શક્યતા છે. માવઠું થવાથી રાજ્યના ખેડૂતોને પાકના નુકસાન થાવની ભીતિ રહે છે માતે જગતનો તાત ખેડૂત આ માવઠાને લઈને ચિંતાતુર બન્યો છે. ત્યારે આપને જણાવીએ કે સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં કેવા રહેશે આજ વાતાવરણ ના હાલચાલ. અમરેલી જિલ્લામાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. અહીં પવન પ્રતિ કલાકે 19 કિમીની સ્પીડે ફૂંકાવાની શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. પરંતુ પવન ગતિ પ્રતિ કલાકે 23 કિમીની રહેવાની શક્યતા છે.દેવભૂમિ દ્વારકામાં વરસાદની શક્યતા નહીંવત છે. અહીં પવનની ગતિ પ્રતિ કલાકે 25 કિમી રહેવાની શક્યતા છે.
જામનગર જિલ્લામાં 3 મીમી વરસાદ પડવાની શક્યતા છે અને પવન પ્રતિ કલાકે 24 કિમીની ગતિએ ફુંકાવાની શક્યતા છેરાજકોટમાં સામાન્ય વરસાદ સાથે પવનની ઝડપ 21 કિમીની રહેવાની શક્યતા છે.