વિકેન્ડ શરૂ થઈ ગયો છે અને જો તમે વિચારી રહ્યા છો કે તમારે આ વિકેન્ડ પર શું કરવું છે? કશે બહાર નથી જવું અને ઘરે બેસીને જ મનોરંજન કરવું છે, OTT પર કોઈ ફિલ્મ કે વેબસિરીઝ જોવાની ઇચ્છા છે, તો ચિંતા ન કરશો કારણકે આ સમાચાર તમારા કામના છે.આજે અમે તમારા મનોરંજન માટે એક લિસ્ટ લઈને આવ્યા છીએ જેમાંથી તમે પસંદ કરી શકો છો કે તમારે શું જોવું છે. આ લિસ્ટમાં ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’થી લઈને ‘બ્રિજર્ટન 3’ પણ સામેલ છે.10 મેએ જિયો સિનેમા પર વેબ સિરીઝ ‘મર્ડર ઇન માહિમ’ રિલીઝ થઈ ચુકી છે. આ વેબ સિરીઝમાં વિજ રાજ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝમાં આશુતોષ રાણા એક પત્રકારની ભૂમિકામાં છે અને વિજય પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યો છે. બંને મિત્રો હોય છે અને એક ક્રાઈમ સિરીઝ પર કામ કરી રહ્યા હોય છે.
ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. ફિલ્મનો ક્લાઈમેક્સ ઘણો સારો છે અને તે એક સારો મેસેજ પણ આપે છે. થોડા દિવસો પહેલા જ વિકી કૌશલ અને સારા અલી ખાનની આ ફિલ્મ જિયો સિનેમા પર રિલીઝ થઈ છે.
બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ’. આ એક એનિમેશન શ્રેણી છે જે એસએસ રાજામૌલીની ફિલ્મથી પ્રેરિત છે. આ ફ્રેન્ચાઇઝી 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાહુબલી’ પર જ આધારિત છે.
અદા શર્માની ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ ZEE5 પર રિલીઝ થઈ ચુકી છે. આ એક પોલિટિકલથ્રિલર ફિલ્મ છે. જે માઓવાદી અને નક્સલ પર આધારિત છે.
નેટફ્લિક્સ પર ‘બ્રિજર્ટન’ની ત્રીજી સીઝન રિલીઝ થઈ ચુકી છે. આ વખતની વાર્તા પેનેલોપ પર કેન્દ્રિત છે. જે લેડી વ્હીસલડાઉન છે. આ વખતે આ સિરીઝમાં કોલિન અને પેનેલોપ વચ્ચેનો રોમાંસ બતાવવામાં આવ્યો છે.
કુણાલ ખેમુની ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મ થોડા દિવસો પહેલા જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે સારો બિઝનેસ કર્યો હતો.