જો આપને વિદેશ પૈસા મોકલવાના હોય છે તો હવે એ પ્રક્રિયા મોંઘી પડી શકે એમ છે. વાત એમ છે કે SBI, HDFC અને Axis સહિત ભારતના ઘણા એવા બેંક છે જે તમને વિદેશ પૈસા મોકલવાની સુવિધા આપે છે. હવે આ બેંકોએ પોતાના ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારી દીધા છે.ભારતથી વિદેશ પૈસા મોકલવા માટે કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક એક સ્કીમ ‘લિવરલાઈઝ્ડ રેમિટેંસ સ્કીમ’ ચલાવવામાં આવે છે. આ સ્કીમ હેઠળ અભ્યાસ અને મેડિકલ ખર્ચા માટે કોઈ ભારતીય એક વર્ષમાં 2.5 લાખ ડોલર સુધીની રકમ ભારતથી વિદેશ મોકલી શકે છે. અત્યાર સુધી આ રકમને મોકલવા માટે કોઈ બેંક કોઈ ચાર્જ ન હતી લેતી. પરંતુ હવે મોટાભાગની બેંકોએ તેમાં વધારો કરી દીધો છે.
જો તમે ભારતથી 500 ડોલર કે તેના બરાબર પૈસા વિદેશ મોકલો છો તો હવે HDFC બેંકમાં તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર 500 રૂપિયા અને અન્ય ટેક્સ ચુકવવા પડશે. આટલું જ નહીં જો આ રકમ 500 ડોલરથી વધારે છે તો ચાર્જ 1,000 રૂપિયા+ ટેક્સ થઈ શકે. વિદેશથી પૈસા મંગાવવા પર કોઈ ચાર્જ નથી.
દેશના સૌથી મોટા બેંકમાં વિદેશ પૈસા મોકલવાના ચાર્જ અલગ અલગ દેશોની કરન્સીના આધાર પર અલગ અલગ છે. જોકે આ ચાર્જ પૈસા મોકલનારને નહીં પરંતુ પૈસા મેળવનારને ચુકવવા પડશે. SBIના આ ચાર્જ કરન્સી કન્વર્ઝન રેટથી લિંક્ડ છે.
હવે આ વાત ઉદાહરણથી સમજીએ તો ડોલરના 1000 ડોલર મોકલવા માટે SBIનું કમીશન 10 ડોલર બને છે. જ્યારે વિદેશમાં પૈસા ટ્રાન્સફરની ફેસિલિટી આપનાર બેંક પણ 1 ડોલરનો ચાર્જ લે છે ત્યારે જેને પૈસા મળે છે તેને 1000 ડોલરની જગ્યા પર 989 ડોલરની રકમ જ મળશે.
SBI ડોલર માટે 10 ડોલર, બ્રિટિશ પાઉન્ડ માટે 8 પાઉન્ડ, યુરો માટે 10 યુરો, કેનેડીયન ડોલર માટે 100 કેનેડીયન ડોલર અને સિંગાપુર માટે 10 સિંગાપુર ડોલરનો ચાર્જ લે છે.