ACCIDENT: રાજયમાં અકસ્માતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વઘારો થઇ રહી છે. તે સમયે ફરી એક વખત અમદાવાદથી મહેસાણા હાઇવે પણ ટ્રક સાથે ટક્કર થવાથી અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મુત્યુ થયું છે..
ગઈ કાલ મોડી રાત્રે અમદાવાદ- મહેસાણા હાઇવે પણ ટ્રક સાથે ટક્કર થવાથી અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે ટ્રકની અંદર કાર ઘુસી જતાં કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગઇ હતી. આ ઘટનામાં શૈલષ પંચાલ નામના રહેવાસીનું મુત્યુ થયું હતું. સુત્રોની જાણકારી મુજબ મોડી રાત્રે આંખ લાગી જતાં આ ઘટના બની હોવાનું અનુમાન છે. એ જ સાથે શૈલષ પંચાલ 2021ની કોર્પોરેટરની ચુંટણીમાં કોંગ્રેસમાંથી ચાંદલાડીયા વિસ્તારથી ઉમેદવારી નોંઘાવી ચુંટણી લડયા હતાં ,તેમજ કોંગ્રેસ શહેર પુર્વ મહામંત્રી હતાં.