HAVAMAN: રાજયમાં આકરી ગરમી પડી રહી છે તે સમયે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની જાણકારી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. એ જ સાથે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઓરેજનેજ એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ અમરેલી અને સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એ જ સાથે હવામાન વિભાગની દ્વારા આવતીકાલે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આવતીકાલે અમદાવાદમાં તાપમાન 45ને પાર થવાની આગાહી દેવામાં આવી છે. તેમજ કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.