Raju Bapu controversy: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજ પ્રત્યે કથાકારો, નેતાઓ અને કલાકારો દ્વારા વાણીવિલાસ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પ્રખ્યાત કથાકાર રાજુગીરી બાપુએ (Raju Bapu) પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે ચાલુ કથાએ કોળી-ઠાકોર સમાજ (Koli Thakor Samaj) વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું જે નિવેદન બાદ અલગ-અલગ જગ્યાએ તેમનો વિરોધ કરવામા આવ્યો હતો. તેમન ગઈ કાલે કોળી ઠાકોર સમાજે અમરેલીમાં (Amreli) તેમના ઘરનો ઘેરાવ્યો હતો. ત્યારે રાજુબાપુએ નિવાસસ્થાન બહાર આવી કોળી ઠાકોર સમાજની ફરી જાહેરમાં રડતા રડતા માફી માંગી હતી.
રડતાં રડતાં માંગી માફી
રાજુ બાપુએ માફી માંગતા કહ્યું કે, હુ તમારી સાથે નાનેથી મોટો થયો છું. આ મારી ભૂલ છે ભૂલ છે અને ભૂલ છે.. કોળી ઠાકોર સમાજ વિશે જે બોલાયુ મારાથી તે ખરેખર મારી ભૂલ છે. મારો સમાજની લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો ન હતો, હુ તમારી સાથે થાળીમાં ખાઈને મોટો થયો છું. પણ મારુ કોઈ પાપ હશે ગયા જમાનાનુ જેના કારણે મારાથી આ બોલાઈ ગયું,જેના માટે હું આ સમાજની હૃદયથી માફી માંગું છે આ સમાજ બહુ ભોળો છે મને વિશ્વાસ છે કે આ સમાજ મને માફ કરશે. કાલે મારુ વિધ્યાલય બંધ થઈ જશે તોતે ક્યા જશે મારા ગુનાનાી સજા તેમને કેમ આપવી, મારી ભૂલ થઈ છે થઈ છે અને થઈ છે.
માફી બાદ પણ કોળી-ઠાકોર સમાજમાં રોષ યથાવત
સમાજના આગેવાનોએ કહ્યું કે, તમારી ટીપ્પણી કરી છે તેના કારણે અમારી ખુબ લાગણી દુભાઈ છે એટલા માટે અમે તમને અજ્ઞાની કહીએ છીએ, ઉજળા સમાજ વિશે નીચ કક્ષાની ટીપ્પણી કરીને તમે અમારી લાગણી દુભાઈ છે તેથી તમે માફીને લાયક નથી. અમે વ્યાસપીઠ અને કાયદાની મર્યાદા રાખી છે. એટલા માટે યુવાનો શાંત થઈને બેઠા છે. આવતી કાલે તમારે જાહેર કરવાનું છે કે, આવતા 5 વર્ષ શુધી તમે કોઈ પણ કાર્યક્રમ નહીં કરુ. કોઈ પણ સ્ટેજ પર હાર નહીં ગ્રહણ કરું, તમે સન્માનના પાત્ર નથી રહ્યા. રાજુ બાપુએ પણ સમાજના આગેવાનોની વાત સ્વીકારી હતી.