DWARKA: પૂર્ણિમાના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવતા હોય છે તેમજ હિંદુ ધર્મમાં પૂર્ણિમાનું ખુબ જ મહત્વ હોય છે ત્યારે ખાસ દ્વારકામાં આજે પૂનમનાં દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે. રાજ્યમાં અત્યારે અસહ્ય ગરમી પડી રહીં છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે પણ ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છે.
ગોમતી નદીનું મહત્વ
ગોમતી નદીમાં સ્નાન કરવું ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. વિગતો પ્રમાણે ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું છે. તેથી ભક્તો પણ કાનુડાની કૃપા પામવા માટે ગોમતીમાં સ્નાન કરવા માટે જાય છે તેમજ એવું પણ રહેવાય છે કે, દ્વારકા ગયા હોઈએ અને જો ગોમતીમાં એક ડૂબકી ના મારીએ તો તમારા દર્શન અધૂરા કહેવાય છે.
જગત પિતા ભગવાન શ્રી કૃષ્ણના દર્શને આવે છે લાખો ભક્તો
અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે તેમજ દ્વારકામાં આવેલા કૃષ્ણ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે એ જ સાથે દ્વારકાધીશ મંદિરમાં પ્રભુની મુર્તિની માત્ર એક ઝલક નિહાળવા માટે કલાકો સુધી ભક્તો લાઈનમાં પણ ઉભા રહેતા હોય છે. અને દ્વારકાધીશના દર્શનનો લ્હાવો લેતા હોય છે