Kyrgyzstan students: તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં ગત 13 મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે. કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
એ જ સાથે વાત કરવામા આવે તો બીજી તરફ બિશેકમાં આવેલા ભારતીય દૂતાવાસે સ્ટેટમેન્ટ રિલીઝ કરતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે. હાલ વિવિધ શહેરમાં 17000 ભારતીય વિદ્યાર્થીઓ છે. જેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ બિશેકમાં રહે છે. આ હિંસાની અસર કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને પણ થઈ રહી છે.
ચોરી જેવી નજીવી ઘટનાથી મારામારી થઈ હતી
કિર્ગિસ્તાનના બિશેકમાં એક સપ્તાહ પહેલાં ચોરી જેવી નજીવી ઘટના બની હતી. જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ મારામારીનો તે વીડિયો સ્થાનિક સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, વિદેશથી આવેલા લોકો આપણા દેશમાં આવીને લોકોને મારી રહ્યા છે, જેને કારણે આ તોફાન વધુ ઉગ્ર બની ગયું હતું. ભારતીય વિદ્યાર્થીઓના કહેવા મુજબ, સ્થાનિક વિદ્યાર્થીઓને શા માટે મારવામાં આવ્યા છે, આ મુદ્દાને ખૂબ ચગાવવામાં આવ્યો અને ત્યારબાદ ચારે તરફ મારામારી અને તોફાન શરૂ થઈ ગયા હતા..
વીડિયો આવ્યા સામે
જોવા જાયતો સ્થિતિ વધુ વણસી રહી છે. દિવસે ને દિવસે આ તોફાન વધુ ઉગ્ર બની રહ્યું છે. કિર્ગિસ્તાનના જે વીડિયો સામે આવ્યા છે તે ખરેખર ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. યુવકોને સ્થાનિક યુવકો દ્વારા જે રીતે માર મારવામાં આવી રહ્યા છે, તે જોઈને ભલભલા થરથરી ઊઠે છે. વિદ્યાર્થિનીઓ ડરમાં જીવી રહી છે.
વિદ્યાર્થીનીએ કરી ભારતની સરકાર પાસે મદદની માંગ
આ ધટનાને ધ્યાનમાં રાખી ત્યાંની એક અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ભારતની સરકાર પાસે મદદની માંગ કરી છે તેણે આગળ જણાવ્યું છે કે અમને વહેલા તે પહેલાના ધોરણે આ દેશમાંથી બહાર નીકાળો
આ દેશમાં અમારી ઉપર અત્યાચાર થાય છે અમને માર મારવામાં આવે છે. અમને લોહી-લુહાણ કરી દેવામાં આવે છે.
વિદ્યાર્થીઓને માર મારી લોહી-લુહાણ કરી દેવામાં આવે છે
રસ્તા ઉપર જ્યાં પણ અન્ય દેશના વિદ્યાર્થીઓ દેખાય તેમને ટોળા દ્વારા માર મારી લોહી-લુહાણ કરી દેવામાં આવે છે. જેમાં કેટલાય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. રસ્તા ઉપર જ તેમને માર મારવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ રસ્તા ઉપર લોહી-લુહાણ હાલતમાં પડેલા જોવા મળી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં પણ ફૂડ આપવાના બહાને રૂમમાં પણ જબરદસ્તીથી સ્થાનિક યુવકો ઘૂસીને તોડફોડ કરી રહ્યા છે. તેમને માર મારવાનાં દૃશ્યો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.