Aravalli Duplicate Office: રાજયમાં રોજ કોઈને કોઈ નવા નકલી કૌભાંડો સામે આવે છે. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી નકલી મસાલા, પનીર, ખાદ્ય સામગ્રી, નકલી બિયારણ, નકલી અધિકારી અને ઘટતું હતું તો હવે નકલી કચેરીઓ પણ ઝડપાવા લાગી છે. આજે અરવલ્લી ના મોડાસામાંથી આવું જ એક કૌભાંડ સામે આવ્યું છે.
મોડાસામાંથી ઝડપાઇ સિંચાઈ વિભાગની નકલી કચેરી
ગુજરાતના મોડાસા તાલુકામાંથી આજે સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઇ છે. તેમજ આ કચેરી સિંચાઈ વિભાગના નિવૃત કર્મચારી દ્વારા ચલાવવામાં આવતી હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. મોડાસા તાલુકાની આ નકલી કચેરીમાંથી 7 જેટલા કર્મચારીઓ કાર્ય કરતા મળી આવ્યા છે. સાથે જ આ નકલી કચેરીમાંથી સરકારી સિક્કા અને શંકાસ્પદ દસ્તાવેજો પણ ઝડપાયા હતા. આ સમગ્ર નકલી કૌભાંડ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સવાલો ઉભા કર્યા છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પહેલા પણ ગુજરાતમાંથી નકલી કચેરીકાંડ ઝડપાયું હતું
આ પહેલા પણ ગુજરાતમાંથી નકલી કચેરીકાંડ ઝડપાયું હતું. તેમજ છોટા ઉદેપુરમાંથી નકલી સરકારી કચેરી ઝડપાઇ હતી. ત્યારે અહીં સવાલ એ થાય કે આટલી મોટી સરકારી કચેરીઓ ઉભી થઇ જાય છે ત્યાં સુધી સરકારને કંઈ ભનક લગતી નથી ? રાજ્યમાં સરકાર બીજા કોઈ કૌભાંડો પકડે તે પહેલા પોતાની જ કચેરીઓ પર પૂરતું ધ્યાન આપે તો આ પ્રકારના કૌભાંડો ન થાય.