AHMEDABAD: બુધવારે સાંજે બોલિવૂડના કિંગ ખાનના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા હતા. શાહરૂખની તબિયત અચાનક બગડી હતી, અને ત્યારબાદ કિંગખાનને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાહરુખ ખાનની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યુ છે. તેમજ આજે શાહરુખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી શકે છે. તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ શાહરુખને હોસ્પિટલથી રજા આપવામાં આવશે. મહત્વનું છે કે, અભિનેતા શાહરુખ ખાનને ડિહાઈડ્રેશન અને ખાંસીની ફરિયાદના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને પત્ની ગૌરીખાન તેમની સાથે છે.
હાલ સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે, શાહરુખ ખાનની તબિયત સ્થિર છે. આજે શાહરુખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી શકે છે. હિટ સ્ટ્રોક અને ખાંસીની ફરિયાદ બાદ શાહરુખને અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. આજે કિંગખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ શાહરુખને હોસ્પિટલથી રજા આપી શકે છે.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે શાહરૂખના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર ઓનલાઈન સામે આવ્યા બાદ તરત જ તેની પત્ની ગૌરી ખાન પણ કેડી હોસ્પિટલ પહોંચી હતી. દરમિયાન, પુત્રી સુહાના ખાન નજીકના મિત્રો અનન્યા પાંડે, શનાયા કપૂર અને નવ્યા નંદા સાથે મુંબઈ પરત આવી છે અને ખાનગી એરપોર્ટ પર જોવા મળી હતી.
આ પહેલા શાહરૂખ ખાન જુલાઈ 2023માં હોસ્પિટલમાં દાખલ થયો હતો. રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં એક અકસ્માત નડતા તેના નાકમાં ઈજાને કારણે તેને નાની સર્જરી કરાવવી પડી હતી. કિંગ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાને ગયા વર્ષે ‘પઠાણ’ સાથે પડદા પર જોરદાર કમબેક કર્યું હતું. ગયા વર્ષે તેની ત્રણ ફિલ્મોએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. કિંગ ખાન ‘પઠાણ’ સિવાય ‘જવાન’ અને ‘ડિંકી’માં જોવા મળ્યો હતો. હવે તે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે, જેણે ગયા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કર્યું હતું.