ICC T20 વર્લ્ડ કપ 2024: ICC T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર શરૂ થઈ રહ્યો છે. તેમજ આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. અને આ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હવે ICCએ આ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે. કોમેન્ટ્રી પેનલમાં ચાર ભારતીયોને સ્થાન મળ્યું છે.
આ અનુભવીઓને કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે
કોમેન્ટ્રી ટીમનું નેતૃત્વ રવિ શાસ્ત્રી, નાસેર હુસૈન, ઈયાન સ્મિથ, મેલ જોન્સ, હર્ષા ભોગલે અને ઈયાન બિશપ કરી રહ્યા છે. હવે ટીમમાં પુરૂષ અને મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દિનેશ કાર્તિક, એબોની રેનફોર્ડ-બ્રેન્ટ, સેમ્યુઅલ બદ્રી, કાર્લોસ બ્રેથવેટ, સ્ટીવ સ્મિથ, એરોન ફિન્ચ અને લિસા સ્થલેકર જેવા નામો સામેલ છે.
ODI વર્લ્ડ કપ વિજેતા રિકી પોન્ટિંગ, સુનીલ ગાવસ્કર, મેથ્યુ હેડન, રમીઝ રાજા, ઈયોન મોર્ગન, ટોમ મૂડી અને વસીમ અકરમ પણ આગામી ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી પર તેમના નિષ્ણાત અભિપ્રાય આપતા જોવા મળશે. ટીમના અન્ય મોટા નામોમાં ડેલ સ્ટેન, ગ્રીમ સ્મિથ, માઈકલ એથર્ટન, વકાર યુનિસ, સિમોન ડૌલ, શોન પોલોક અને કેટી માર્ટિન તેમજ એમપુમેલો મ્બાન્ગ્વા, નતાલી જર્મનોસ, ડેની મોરિસન, એલિસન મિશેલ, એલન વિલ્કિન્સનો સમાવેશ થાય છે. બ્રાયન મુર્ગાટ્રોયડ, માઈક હેજમેન, ઈયાન વોર્ડ, અથર અલી ખાન, રસેલ આર્નોલ્ડ, નિઆલ ઓ’બ્રાયન, કાસ નાયડુ, જેમ્સ ઓ’બ્રાયન અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન ગંગા.