GUJARAT NEWS: આમતો રાજયની આકરી ગરમીથી દરેક જીવ ત્રાહિમામ થઈ ગયા છે અને તેજ સાથે જોનારના રડાવી ડે તેવો જંગલના રાજા સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છેે.
હાલ સોશીયલ મીડિયામાં વાયરલ સાવરકુંડલાના ઘોબા ગામની મેરામણ નદીમાં સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો આવ્યો સામે આવ્યો છે આ વિડિયામાં જોઇ શકાય છે કે સિંહોનો પાણી માટે નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરે છે. પરતુ પાણી તેને મળતું નથીં
આ કાળઝાળ ઉનાળાની ગરમીથી જંગલના રાજા પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જે વિડિયામાં જોઇ શકાય છે તેમજ આ લાચાર સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. જોવા જાય તો શેત્રુજી ડિવિઝન તળેના ઘોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય કહેવામાં આવે છે ત્યારે આ વિડિયો પરથી વનતંત્રની સિંહો માટે પાણીની અવ્યવસ્થાઓ સામે આવી છે