અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત (AMC) મણિનગર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં (Narendra Modi College) રેગિંગનો મામલો સામે આવ્યો છે. જુનિયર ડોક્ટરને માનસિક ત્રાસ આપવા મામલે કોલેજના 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું છે આખો મામલો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગરની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ચાર જેટલા સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતું હતું.આ મામલે મેડિકલ કોલેજની કાઉન્સિલને ફરિયાદ કરવામા આવી હતી.જાણકારી મુજબ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં ત્રીજા અને બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ આપી અને રેગિંગ કરવામાં આવતું હતું.આ મામલે જુનિયર ડોક્ટરો દ્વારા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમા જણાવવામા આવ્યુહતુ કે, ડો. વ્રજ વાઘાણી, ડો. શિવાની પટેલ, ડો. અનેરી નાયક, ડો. કરણકુમાર પારેજીયા સહિતના ચાર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરોને તમારે સાત દિવસ સુધી નાહવાનું નથી એવી સજા આપતા હતા. તેમજ એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર લખાવતા હતા. જો આ રીતે ન કરે તો તેઓની સાથે કન્નડગત કરવામાં આવતી હતી.
જેથી કમિટીએ તપાસ બાદ કાર્યવાહી કરતા ડો. વ્રજ વાઘાણીને બે વર્ષ માટેસસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ડો.શિવાની પટેલને એક વર્ષ અને ડો. કરણકુમાર પારેજીયા અને ડો. અનેરી નાયકને 25-25 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે.