જયારે માણસ એક વાર ભુલ કરે છે ત્યારે તેને માફ કરવામાં આવે છે. પરતું એ ભુલ જ્યારે વારંવાર કરે તો તેને પાપ કહેવામાં આવે છે. અને આ પાપની માફી નહીં પણ સજા આપવામાં આવે બસ એવી જ ભુલ રાજયનું તંત્ર કરી રહ્યું છે પણ તેને સજા આપે તેવું કોઇ હવે દેખાતું નથીં, કે ના કોઇ આ વારંવાર થતી ભુલોમાં કોઇ સુધારો આવ્યો હોય લાગતું નથીં અને આ છેલ્લા પાંચ વર્ષથી થતી બેદરકારી ઓથી કહી શકાય છે તો ચાલો જાણીએ તંત્રની બેદરકારીના કારણે ગુજરાતની તે મોટી ઘટનાઓ જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.
વડોદરા હરણી કાંડ
વડોદરામાં 18 જાન્યુઆરી 2024 ના રોજ હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી દુર્ઘટના બની હતી. તમને જણાવી દઇએ કે હજી આ ધટનાને 6 મહિના પણ નથી થયા કે રાજકોટની આ દુર્ધટના સામે આવે છે આ ધટનામાં તળાવમાં બોટ પલટી જતાં 14 લોકોના મોત થયાં હતાં, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10 બાળકોનો આબાદ બચાવ થયો હતો. પ્રશાસને આ મામલે કાર્યવાહી કરી અને 18 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો અને SITની રચના કરી હતી અને ત્યાર બાદ રાજયના દરેક વ્યક્તિને એવું હતું કે હવે સરકાર તેમજ તંત્ર આ બાબતે પુરતી કાળજી રાખેશે ત્યાંતો ગઇ કાલ રાત્રની રાજકોયની ધટના તમારી સામે જ છે
મોરબી ઝુલતો પુલ ધરાશાયી
30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબી શહેરમાં મચ્છુ નદી પર થયેલો અકસ્માત ને હજી એક 2 વર્ષ પણ નથી થયા તમને યાદ અપાવી દઇએ કે આ મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં 134 જેટલા લોકોના મોત થયા હતા. જેમાં અનેક માસુમ બાળકોએ પણ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં 300થી વધુ લોકો ડૂબી ગયા હતા. આ અકસ્માત બાદ પ્રશાસને કાર્યવાહી કરી અને 9 લોકોની ધરપકડ કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ અકસ્માતના એક દિવસ બાદ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન આ દરમિયાન પીડિતોને પણ મળ્યા હતા. પરતું હજી આ ઘટનાથી તંત્ર કે સરકાર પર જાજી અસર થઈ એવું લાગતું નથીં
સુરત તક્ષશિલા કોચિંગ આગ
આજથી પાંચ વર્ષ પહેલાની ધટના લોકોના મગજ માંથી કદાચ બહાર થઈ ગઈ હશે. તેમને યાદ કરાવી દઇએ કે રાજ્યના સુરત સ્થિત તક્ષશિલા કોચિંગ સેન્ટરમાં 5 વર્ષ પહેલા ભયાનક આગ લાગી હતી. આગ લાગી ત્યારે ઘણા વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાં હતા. આ અકસ્માતમાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ વહીવટીતંત્રે 14 લોકોની ધરપકડ કરી હતી. પરતુ તેમાંથી કોઇને સજા થઈ તેવું નજરે આવતું નથીં\
હવે જવાબદાર કોણ ?
બસ હવે તો રાજયમાં દરેક આવી ધટનામાં તંત્રના અધિકારીઓ બેદકકારી કરે અને લોકો તેમજ સરકાર થોડા સમય તેના પણ ઘ્યાન રાખે પછી તો “રામ રાજયને પ્રજા સુખી” જેવી સ્થિતિ થાય છે પરતું આ બેદરકારીનું પરિણામ આ નેતા કે તંત્રના અધિકારીઓ નથીં ભોગવતાં આનું પરિણામ માત્રને માત્ર આવી ઘટનામાં મુત્યુ પામેલ લોકોના પરિવારજનો આખી જિંદગી ભોગવે છે અને માત્ર તેમના નસીબમાં રહિ જાય છે કોર્ટ કચેરીના ધક્કા