Rajkot TRP game zone Fire: રાજ્યમાં ચાલતા 100થી વધુ ગેમ ઝૉનને બંધ કરાયા છે. હાલમાં આ મૃત્યુકાંડ મામલે પોલીસની સીટ તપાસ કરી રહી છે અને આ મામલે વધુ ચોકાવનારી જાણકારી સામે આવી શકે છે.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગવાથી 34 લોકો મોત થયા છે હવે આ મામલે રાજ્ય સરકાર જાગી છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝૉનમાં સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે, જેમાં નિયમોનું પાલન ના થતું હોય તેવા 100થી વધુ ગેમ ઝૉનને બંધ કરાયા છે રાજ્યભરમાં 100થી વધુ ગેમ ઝૉન એવા છે જેની પાસે ફાયર NOC નથી. વડોદરાના તમામ 10 ગેમ ઝૉન બંધ કરી દેવાયા છે તેમજ કાર્યવાહીના ભાગરૂપે સુરતમાં ચકાસણી દરમિયાન 11 ગેમ ઝોન પૈકી 10 ગેમ ઝોનને સીલ કર્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે 30 ટકાથી વધુ ગેમ ઝૉન પાસે ફાયર એનઓસી જ નથી. કેટલાક ગેમ ઝૉન તો 5 વર્ષથી મંજૂરી વિના ધમધમી રહ્યાં હતા. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યુ છે. તેમજ જાણકારી પ્રમાણે અમદાવાદમાં સરકારી ચોપડે 25 ગેમ ઝૉન નોંધાયા છે.