પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટને ટી20 વર્લ્ડ કપ 2024 માટે પોતાનો ચેમ્પિયન જાહેર કર્યો છે. પૂર્વ કેપ્ટને કહ્યું કે આ ટીમમાં ઊંડાણ છે તેમજ તે ટૂર્નામેન્ટમાં કોઈપણ ટીમને મોટા અંતરથી હરાવવાની શક્તિ ધરાવે છે. T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાશે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે ડલાસમાં રમાશે.
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ગણાવી છે. તેમજ મોર્ગને કહ્યું કે ભારતીય ટીમમાં ઊંડાણ છે અને તે કોઈપણ ટીમને મોટા અંતરથી હરાવવાની ક્ષમતા ધરાવે છે. અને તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામે કરશે.
2016 T20 વર્લ્ડ કપની ફાઈનલ રમી ચૂકેલા ઈયોન મોર્ગને સ્કાય સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતીય ટીમ જે ખેલાડીઓને T20 વર્લ્ડ કપ માટે લઈ શકી નથી તે પણ ખૂબ જ મજબૂત ખેલાડી છે.
T20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન
છેલ્લા કેટલાક સમયથી ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ સારું રહ્યું નથી. 2021 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સફર સુપર 12 તબક્કામાં સમાપ્ત થઈ. કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારતની તે વખતની વર્લ્ડ કપની અજેય યાત્રાનો અંત આવ્યો હતો. ત્યારપછી 2022 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમીફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી.