Rajkot TRP game zone Fire: રાજકોટના TRP ગેમ ઝોન ખાતે 9 બ્રાહ્મણ દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે પાઠ કર્યા હતા. બ્રાહ્મણો દ્વારા ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા. તેમજ ગેમ ઝોન ખાતે દૂધ, તલ, પાણી અને તુલસી સમર્પિત કર્યા હતા. ઘટનાસ્થળ પર મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માઓને શાંતિ મળે એ હેતુથી પાઠ કરવામાં આવ્યા હતા.
શનિવારના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સર્જાયો હતો. અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં આગમાં મુત્યુ પામેલા 13 જેટલા વ્યક્તિઓની ડીએનએ સેમ્પલથી ઓળખ થઈ ચૂકી છે. જે આગમાં બળી ચૂકેલી ડેથ બોડી તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે. ત્યારે રાજકોટના જાણીતા ભાગવતાચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ ત્રિવેદી સહિતના નવ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ઘટના સ્થળ ખાતે ચતુ:શ્લોકી ભાગવતના પાઠ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સોમવારના રોજ સાંજના પાંચ વાગ્યે હિરેનભાઈ ત્રિવેદી સહિતના નવ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અગ્નિકાંડ સ્થળ પર આગમાં મુત્યુ પામેલા વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તે હેતુથી દૂધ, જળ, તલ તેમજ તુલસી અર્પણ કરવામાં આવ્યા છે.
4 શ્લોક એવા જેના પાઠ માત્રથી સંપૂર્ણ શ્રીમદ્ ભાગવત પાઠનું ફળ મળે
ઉલ્લેખનીય છે કે, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં બાર જેટલા સ્કંધ છે. તેમજ કોઇ પણ માણસ 12 જેટલા સ્કંધનો પાઠના કરી શકે અને 4 શ્લોક એવા આપવામાં આવ્યા છે. જેના પાઠ માત્ર થી સંપૂર્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના પાઠનું ફળ મળે છે
अहमेवासमेवाग्रे नान्यद् यत् सदसत् परम् । पश्चादहं यदेतच्च योऽवशिष्येत सोऽस्म्यहम् ॥ १ ॥
ऋतेऽर्थ यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि । तद्विद्यादात्मनो मायां यथाऽऽभासो यथा तमः ॥ २ ॥
यथा महान्ति भूतानि भूतेषूच्चावचेष्वनु । प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् ॥ ३॥
एतावदेव जिज्ञास्यंसत्त्व जिज्ञासुनाऽऽत्मनः । अन्वयव्यतिरेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा ॥ ४॥