Rajkot TRP Game Zone Fire: રાજકોટ TRP ગેમઝોન ખાતે 25મી મેના રોજ સર્જાયેલ અગ્નિકાંડમાં 28જેટલા લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ આગ એટલી ભયાનક હતી કે તેમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરવી પડી છે. જેમ જેમ DNA ટેસ્ટના રિપોર્ટ આવતા જાય છે તેમ તેમ મૃતદેહને પરિવારજોનોને સોંપવામા આવી રહ્યો છે. ત્યારે 28 માંથી અત્યાર સુધીમાં કુલ 25 મૃતદેહ તેમના સ્વજનોનો સોંપવામાં આવ્યા છે. જેમાં ગઈ કાલે ગેમ ઝોનના માલિક પ્રકાશ જૈનનું DNA સેમ્પલ તેની માતા સાથે મેચ થયું હતું. આજે સવારે જ તેનો મૃતદેહ તેના પરિવારે સોંપવામાં આવ્યો છે.હવે ત્રણ લોકોના સેમ્પલ આવવાના બાકી છે. ત્યારે આ જેને જેને મૃતદેહ સોંપી દેવામા આવ્યા છે તેની યાદી પણ બહાર આવી છે.
અહેવાલ અનુસાર ડીએનએ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ અત્યાર સુધી 25 જેટલાં પીડિતોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા તેની યાદી:
1 સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ
2 સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ
3 સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ
4 જીગ્નેશ કાળુભાઈ ગઢવી, રહે. રાજકોટ
5 ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર
6 વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ
7 આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ
8 સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર
9 નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર
10 જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ
11 હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ
12 ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ
13 વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, રહે. રાજકોટ
14 દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર
15 રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ
16 શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ
17 નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ
18 વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ
19 ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ
20 ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
21 હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
22 તિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ
23 કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ
24 મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ
25 પ્રકાશ કનૈયાલાલ હિરણ (જૈન), રહે. રાજકોટ (અગ્નિકાંડનો મુખ્ય આરોપી)