Rajkot TRP game zone Fire: રાજકોટ ગેમઝોનમાં બાળકો સહિત 40 થી વધુ લોકો મોતને ઘાટ ઉતર્યા છે ત્યારે અમરેલી (Amreli) જિલ્લા કોંગ્રેસે (Congress) કેન્ડલ માર્ચ યોજી હતી. અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસે કેન્ડલ અને મોબાઈલની ફ્લેશ દ્વારા શ્રદ્ધાંજલી પાઠવી હતી.
રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડમાં કુલ 40 લોકો જીવતા ભૂંજાયા હતા. ત્યારે અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસે કેન્ડલ અને મોબાઈલની ફ્લેશ દ્વારા શ્રદ્ધાંજલી પાઠવી હતી. વીરજી ઠુમ્મર, પૂર્વ નેતા વિપક્ષના પરેશ ધાનાણીના નાના ભાઈ શરદ ધાનાણી સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું. આ દરમિયાન પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે આ મામલે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
રાજકોટ ગેમઝોનમાં બાળકો સહિત 40 થી વધુ લોકો મોતને ઘાટ ઉતર્યા છે. તે રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા છે. હાઈકોર્ટ પણ ટીકા કરતા કહ્યુ કે, અમને આ સરકાર પર ભરોસો નથી. માત્ર TRP ગેમઝોન નહીં કાંકરિયામાં રાઈટ દુર્ઘટના હું ધારાસભ્ય હતો ત્યારે પણ મેં વિધાનસભામાં વાત કરી હતી. મોરબી પુલ કાંડની દુર્ઘટના, વડોદરા બોટ કાંડની દુર્ઘટના, સુરત તક્ષશિલા આગ કાંડ, ભરૂચની હોસ્પિટલમાં આગ કાંડ, અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં આગ કાંડ, ભાવનગર રંઘોળા અક્સ્માત દુર્ઘટના અને રાજકોટ ગેમઝોન કાંડ માં કડક આદેશો આપ્યા છે સરકાર માત્ર અધિકારીઓ પાસેથી હપ્તા લે છે. આ ગેમઝોનમાં પણ અધિકારીઓ રોજ દારૂ પીવા જતા હતા.
વધુમાં તેમણે કહ્યુ કે, મુખ્યમંત્રી, ગૃહમંત્રી પ્રેસ ના કરે, કમિશનર પ્રેસ કરતા કરતા ઉભા થઈ જાય તે શું દર્શાવે છે ? ડબલ એન્જિનની હપ્તા વધારે લેતી સરકાર છે અમરેલીમાંથી 250 કરોડનું ડ્રગ્સ પકડાઈ, રોજે રોજ દારુ પકડાય છે.આર્યુવેદના નામે દારૂ વેચાઈ રહ્યો છે. કોઈ નાનુ ટાઉન કે ગામ પણ સલામત રહ્યુ નથી.