હાલ ગુજરાત રાજયમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેમજ જૂનાગઢ NSUI પ્રમુખનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના ‘ગણેશગઢ’ ખાતે લઈ જઈ આરોપીઓએ ભોગ બનનારનાં કપડાં કાઢી ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી હતી.
શું છે પુરી ધટનના
ઘટના અંગે મળતી માહિતી અનુસાર સંજય રાજુભાઇ સોલંકી જૂનાગઢના દાદાર રોડ પર રહે છે.તેમજ કોરિયોગ્રાફીનો ધંધો કરે છે અને કોંગ્રેસની યુવાપાંખ NSUI સાથે પણ જોડાયેલો છે. તે જૂનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઇ રહ્યો હતો ત્યારે એક ફોર વ્હીલ અચાનક ખુબ જ જોખમી રીતે તેની પાસે આવીને ઉભી રહી હતી
આ બાબતે ઉશ્કેરાયેલા સંજયે ગાડી ચાલકને ગાડી સરખી ચલાવવાનું કહેતા ગાડીમાં રહેલા લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને માથાકુટ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ સંજય પોતાના પુત્રને ઘરે મુકવા માટે ગયો હતો. ત્યાં ગણેશ જાડેજા પોતાના સાગરિતો સાથે આવી પહોંચ્યો હતો. જો કે ગણેશ જાડેજા સાથે ઓળખાણ નિકળતા ગણેશ અને તેની ટોળકી ત્યાંથી રવાના થઇ ગઇ હતી.
જો કે યુવક બાદમાં બહાર નિકળ્યો ત્યારે તેનું અપહરણ કર્યું અને તેને ગોંડલ લઇ ગયા હતા. જ્યાં તેને એક ખેતરમાં ઢોરમાર માર્યો હતો. તેમજ તેને ગણેશ ગઢમાં લઇ જઇને પણ ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત જાતિ સૂચક શબ્દો બોલીને વારંવાર તેનું અપમાન કર્યું હતું.
મારમારતા શું કહ્યું યુવકને ?
સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે તેને યુવકને માર મારતા કહ્યું કે તમારો ત્રાસ ખુબ વધી ગયો છે. હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે. ક્યાંય પણ કોંગ્રેસમાં સક્રિય રહેતો નહીં તેવું કહીને હડધુત કર્યો હતો. નગ્ન કરીને ઢોર માર માર્યો અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. થોડા સમય બાદ તેને ગાડીમાં જૂનાગઢ પરત છોડીને ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે હવે યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમજ ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ થઇ છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ મામલે ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે હવે યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમજ ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમ હેઠળ ફરિયાદ દાખલ થઇ છે.