મળતી જાણકારી પ્રમાણે અરવલ્લીમાં જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. તેમજ આ ધટનામાં 3 લોકો મોત થયા હતા જ્યારે 25 લોકો ઘાયલ થયા હતા.
અરવલ્લી: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે અરવલ્લીમાં બે બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે 25 લોકોને ઇજા પહોંચી છે. અરવલ્લીમાં શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ અકસ્માત બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડમાં અથડાઈ થયો હતો. ડભોડ-મોડાસા એસટી બસ સાથે ખાનગી બસ અથડાઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો.