એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ શ્રીલંકા મીડિયાએ આતંકીઓની મદદ કરનારને ઝડપી પાડ્યાનો ખુલાસો કર્યો છે. શ્રીલંકાનાં હેન્ડલર મુખ્ય આરોપી પુષ્પરાજ ઓસ્મન્ડ ગેરારર્ડની ધરપકડનો ખુલાસો કર્યો છે. શ્રીલંકા પોલીસે અત્યાર સુધીમાં 3 શકમંદની ધરપકડ કરી છે.પુષ્પરાજ ઓસ્મન્ડ ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઈનામ જાહેર કર્યું હતું. ઓસ્મન્ડ ગેરારર્ડે આ ચાર આતંકીઓને ચાર લાખ આપ્યા હતા. ઓસ્મન્ડ ગેરાર્ડ પોતાનો વેશ પલ્ટો કરીને ફરતો રહે છે. આ આતંકીઓની કસ્ટડી મેળવવા ગુજરાત એટીએસ શ્રીલંકા જશે. તેમજ ભારતમાં આતંકીઓ મોકલનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. તેમજ સીઆઈડી એ કોલમ્બો પોલીસની મદદથી ગેરાર્ડને ઝડપી પાડ્યો છે.
અમદાવાદમાં એરપોર્ટથી પકડાયેલા ISISના 4 આતંકીઓની તપાસમાં આવ્યા ખુલાસા કરવામાં આવ્યા છે. આ આતંકીઓ પાકિસ્તાનના હેન્ડલર અબુની સાથે શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડ સાથે સંપર્ક માં હતા. આતંકીઓ મોહંમદ નુસરથ, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસને રૂ 4 લાખની શ્રીલંકન કરન્સીની વ્યવસ્થા ઓસમન્ડ ગેરાર્ડ કરી હતી. આ કરન્સી શ્રીલંકાના હમીદ આમિર દ્વારા ચારેય આતંકીઓને પહોંચાડવામાં આવી હતી.. આ ઇનપુટ ગુજરાત ATSએ શ્રીલંકાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડીપાર્ટમેન્ટને આપતા શ્રીલંકા પોલીસે હેમદ આમિર સહિત 2 વ્યક્તિની ધરપકડ કરી છે.. અને શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડને વોન્ટેડ જાહેર કરીને 2 મિલિયન એટલે 20 લાખની ઇનામ જાહેર કર્યું છે.. આ હેન્ડલર મૂળ શ્રીલંકાના દેમાટાગોડાનો રહેવાસી છે.. અને વારંવાર વેશપલટો અને રહેઠાણ બદલતો રહેતો હોવાનું ખુલ્યું છે.. એટલું જ નહીં IS ની આતંકી પ્રવૃત્તિમાં કટ્ટરવાદી માનસિકતા ધરાવતા યુવકોને જોડવામાં એક મુસ્લિમ પ્રચારકનું નામ ખુલ્યું છે
ગુજરાત ATSની તપાસમાં ખુલાસો થયો છે કે નોર્થ ઇન્ડિયાથી હથિયારો આવ્યા હતા. જેમાં પજાંબ, રાજેસ્થાન અને દિલ્હીમાં IS ના સ્લીપર સેલ સક્રિય હોવાની શંકાના આધારે ATS ની 3 ટીમોએ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં પંજાબમાં પાસ્કિતાન બોર્ડરથી ડ્રોન થી હથિયાર મોકલવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ પ્રકારના હથિયાર આતંકીઓને આપ્યા હોવાથી ATS દ્વારા આ મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ચિલોડામાં હથિયાર મુકવા આવેલા સ્લીપર સેલની તપાસ માટે ATSએ 78 હજાર વાહનના CCTV ડેટા મેળવાયા હતા..જેમાંથી 13 હજાર શકાસ્પદ વાહનની તપાસ કરવામાં આવી છે. આતંકી મોહમ્મદ નુસરથ સિંગાપોર, મલેશિયા અને દુબઈ જેવા દેશોમાંથી ટેલિકોમ્યુનિકેશન ઉપકરણો અને ઇલેક્ટ્રિકલ સાધનોની આયાત કરીને કોલંબોમાં બિઝનેશ કરતો હોવાનું ખુલ્યું છે. 2020માં કોલંબો ખાતે હેરોઇન કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીજો આતંકી મોહમ્મદ નફરાન શ્રીલંકાના નિયાસ નૌફર ઉર્ફે ‘પોટ્ટા નૌફર’ નામના કુખ્યાત અંડરવર્લ્ડ ગુનેગારની પ્રથમ પત્નીના પુત્ર હોવાનું ખુલ્યું છે.., જેને હાઇકોર્ટના જજ સરથ અંબેપીટીયાની હત્યા માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. આ આતંકી કપડાં અને ચોકલેટ ના ધંધા માટે દુબઈ અને ભારત આવતો હતો.. 16 વર્ષની ઉંમરથી માતાની સાથે આ ધંધામાં જોડાયો હતો.