loksabha elaction 2024: મળતી માહિતી પ્રમાણે ચૂંટણી પંચે બંગાળની બારાસત અને મથુરાપુર લોકસભા સીટના એક-એક બૂથ પર સોમવારે ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. આ સંદર્ભે પંચ દ્વારા રવિવારે જારી કરવામાં આવેલી સૂચના અનુસાર, બારાસતના દેગંગા વિધાનસભા કેન્દ્ર અને મથુરાપુરના કાકદ્વીપ વિધાનસભા કેન્દ્ર પર સ્થિત બૂથ પર ફરીથી મતદાન થશે. મતદાનનો સમયગાળો સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે.
ચૂંટણી પંચે બંગાળની બારાસત અને મથુરાપુર લોકસભા સીટના એક-એક બૂથ પર સોમવારે ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. તેમજ આ સંદર્ભે પંચ દ્વારા રવિવારે જારી કરવામાં આવેલી સૂચના અનુસાર, બારાસતના દેગંગા વિધાનસભા કેન્દ્ર અને મથુરાપુરના કાકદ્વીપ વિધાનસભા કેન્દ્ર પર સ્થિત બૂથ પર ફરીથી મતદાન થશે. આ દરમિયાન મતદાનનો સમયગાળો સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી/રિટર્નિંગ ઓફિસરના અહેવાલના આધારે આ બૂથ પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બંને બૂથ પર ગેરરીતિની ફરિયાદો
આ બંને બૂથ પર ગેરરીતિની ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળે છે. આ બે લોકસભા બેઠકો પર સાતમા અને અંતિમ તબક્કા હેઠળ ગયા શનિવારે મતદાન થયું હતું.