ઉત્તર પ્રદેશમાં કાનપુરની એમપી-એમએલએ કોર્ટે સોમવારે જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકી સહિત પાંચ લોકોને લગભગ 19 મહિના પહેલા એક મહિલાનો પ્લોટ હડપવાની નિયતથી તેના ઘરમાં આગ લગાવવા મામલે દોષી જાહેર કર્યા છે.
એમપી-એમએલએ કોર્ટના ન્યાયાધીશ સત્યેન્દ્રનાથ ત્રિપાઠીએ મામલેની સુનાવણી શુક્રવારે નક્કી કરી છે. આ દિવસે તેઓ સજા સંભળાવી શકે છે. કાનપુરના પોલીસ કમિશનર અખિલ કુમારે આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે, સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકી, તેના ભાઈ રિઝવાન સોલંકી, બિલ્ડર શૌકત અલી, મોહમ્મદ શરીફ અને ઈઝરાયલ ઉર્ફે ‘આટા વાળા’ને પીડિત મહિલા નઝીર ફાતિમાના પ્લોટને હડપવા માટે તેના ઘરમાં આગ લગાડવી, તેને હેરાન કરવી અને તેને અપશબ્દો બોલવા મામલે દોષી ઠેરવ્યા છે.
આ કથિત ઘટના 2022માં 7 નવેમ્બરના રોજ બની હતી. તેમણે જણાવ્યું કે, આ મામલે ઈરફાન સોલંકી અને રિઝવાન છેલ્લા બે વર્ષથી જેલમાં બંધ છે. રમખાણ અને આગજનીના આરોપમાં કેસ નોંધાયા બાદ સપા ધારાસભ્ય ઈરફાને પોતાના ભાઈ રિઝવાન સાથે પોલીસ કમિશનર સામે આત્મસમર્પણ કરી દીધુ હતું.