World Environment Day: આજના સમયમાં આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવ અને પર્યાવરણ વચ્ચે એક ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના કોઈ પણ જીવનું જીવન શક્ય નથી. તે સમયે માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવા BB ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના અલગ અલગ પેટ્રોલ પંપ પર આવતા જતા લોકોને નાના નાના છોડવા આપી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી
દર વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં 5મી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસર પર તમામ દેશો વિવિધ રીતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. ત્યારે BB ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ વિસ્તારના અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર આવતા જતા લોકોને નિશુલ્ક છોડવા આપીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી તેમજ લોકોને છોડવા આપીને તેના વિશેની જાણકારી આપી હતી તેમજ માનવ જીવનની સલામતી માટે પર્યાવરણ કેટલું ઉપયોગી છે તેમ જ વૃક્ષો કેટલા ઉપયોગી છે અને વૃક્ષોને બચાવવાના અભિયાન ઉપર લોકોનું ધ્યાન દોર્યું હતું.
આ અભિયાનની શરૂઆત BB ફાઉન્ડેશને અમદાવાદમાં રહેલા ત્રણ પેટ્રોલ પંપથી કરી હતી. જેમાં 1000 કરતા વધુ લોકોને નિશુલ્ક છોડ આપીને વૃક્ષો માનવ જીવનમાં કેટલા ઉપયોગી છે અને તેના વગર સૃષ્ટિમાં કોઈપણ જીવનો જીવન શક્ય નથી તે વાત પ્રત્યે લોકોનું ધ્યાન દોર્યું હતું.
સૌપ્રથમ સવારે સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સેટેલાઇટ HPCL પેટ્રોલ પંપથી કરી હતી. જ્યાં વહેલી સવારે ઓફિસ તેમજ પોતાના કામે જતા લોકોને છોડ આપી પોતાની કામ કરવાની જગ્યાએ છોડ રાખવાથી કેટલું ઓક્સિજન પ્રાપ્ત થાય છે તેમજ તેમના જીવનમાં વૃક્ષો કેટલી ઉર્જા આપે છે તેના વિશેની જાણકારી આપી હતી.
થોડાં સમય બાદ BB ફાઉન્ડેશ દ્વારા સાઉથ બોપલ બીપીસીએલ પેટ્રોલ પંપ કામ કરતાં કર્મચારી તેમજ પેટ્રોલ પંપ પર આવતાં સામાન્ય માણસોમાં છોડનુ વિતરણ કર્યું હતું તેમજ હાલના સમયમાં દેશમાં વૃક્ષોનું કેટલું જતન થાય છે જેથી દિવસેને દિવસે રાજયોના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે અને આ વૃક્ષો રોપવાથી ગરમી તેમજ તાપમાન કેટલો ઘટાડો થાય છે તેની લોકો સમક્ષ વાત રાખી હતી.
BB ફાઉન્ડેશને અમદાવાદ સાણંદ હાઈવે પર આવેલાં યોગી પેટ્રોલ પંપ ઉપર બહાર ગામથી આવતાં જતાં લોકોને નિશુલ્ક છોડવા આપી. પર્યાવરણ જાગૃતિની વિગતવાર વાત કરી હતી અને વૃક્ષોને બચાવવા માટે લોકોને જાગૃત કર્યા હતા.
આ સાથે BB ફાઉન્ડેશ અલગ અલગ પ્રકારના સામાજિક કાર્ય સાથે જોડાયેલી સંસ્થા છે. જે દરેક પ્રકારના સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપતી રહેતી હોય છે આ સંસ્થા કન્યા કેળવણી ,શૈક્ષણિક પ્રવૃત્તિ, સામાજિક ઉત્થાનના કાર્યો તેમજ સ્વાસ્થ્ય અને પર્યાવરણને લગતા સામાજિક કાર્યો કરતાં રહેતા હોય છે