Junagadh: ગણેશ ગોંડલનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. કાલે જુનાગઢ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે ગણેશ ગોંડલ વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગણેશ જાડેજા સહિત આઠ આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે રિમાન્ડ નામંજૂર કરીને ગણેશ જાડેજા અને તેના સાથીઓને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડ ની માંગ કરવામાં આવી હતી. ત્યારે સામે બચાવ પક્ષના વકીલ દ્વારા આવા કેસમાં રિમાન્ડની જરૂર ન હોવાની દલીલ કરવામાં આવી હતી. જેથી એડિશનલ સેશન્સ જજ બીનાબેન સી ઠક્કર એ આ દલીલ માન્ય રાખી રિમાન્ડ નામંજૂર કર્યા છે.
ગણેશ ગોંડલના રિમાન્ડ ના મંજૂર
મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા જૂનાગઢમાં એક અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ ગોંડલના હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સામે કરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ બાદ ગણેશ ગોંડલને કોર્ટમા રજુ કરવામા આવ્યો હતો. અને રિમાન્ડની માંગણી કરવામા આવી હતી ત્યારે હવે જાણવા મળીા રહ્યુ છે કે, ગણેશ ગોંડલના રિમાન્ડ નામંજૂર થયા છે.
બેશરમ ભાજપ MLAના પુત્રની હસતા મોઢે જેલમાં એન્ટ્રી
ગોંડલ MLAના દીકરા ગણેશ જાડેજા સહિત 8 આરોપીના રિમાન્ડ નામંજૂર કરાયા છે. જૂનાગઢમાં અપહરણ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીના કેસમાં પોલીસે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.જોકે, કોર્ટે ગણેશ અને તેના સાગિતોના રિમાન્ડ નામંજૂર કરી જેલમાં મોકલી દીધા છે. બેશરમ ગણેશ ગોંડલ પોલીસ સકંજામાં પણ હસતા મોઢે જોવા મળ્યો…