સુરતના મોટા વરાછામાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો.જેમાં મોડી રાત્રે લોકો બિલ્ડીંગની બહાર બેઠા હતા તે દરમિયાન એક કાર ચાલકે સાતથી આઠ લાકોને ઉડાવ્યા હતા જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયુ હતુ. કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી,તો ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.અત્યાર સુધી કુલ 3 લોકોના મોત થયા છે.
પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં સાતથી આઠ લોકોને ઉડાડ્યા હતા. જેમાં 3 લોકોનું મોત નીપજ્યું હતું અને ચાર લોકોને ઈજા પહોંચી હતી. ચાર ઘાયલ પૈકી એકની હાલત ગંભીર છે.
આ અકસ્માત મામલે પોલીસે ચાલક જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી સુરતમાં દરજીકામ કરે છે અને મૂળ વલ્લભીપુરના રાજપરા ગામનો વતની છે. આરોપી નશામાં હતો કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. રાત્રે અકસ્માત થતાં સ્થાનિકો ઘાયલોની મદદે દોડી આવ્યા હતા. જ્યારે બનાવ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. આ ઘટના ગત રાત્રે લગભગ 11.00 કલાકે બની હોવાનું જાણવા મળી રહ્યું છે.