નરેન્દ્ર મોદી આજે (9 જૂન) ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે મંત્રીઓ પણ શપથ લેશે. રવિવારે શપથ ગ્રહણ સમારોહ પહેલા મોદીએ વડા પ્રધાનના નિવાસસ્થાને બેઠક બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં માત્ર તે જ નેતાઓને બોલાવવામાં આવ્યા હતા, જેઓ મોદી કેબિનેટ 3.Oમાં મંત્રી બનશે.
મોદીની સભામાં બે મોટા ચહેરા અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાની જોવા મળ્યા ન હતા. અગાઉની સરકારમાં બંનેની પાસે મહત્વની જવાબદારીઓ હતી. અનુરાગ ઠાકુર અગાઉની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તો સ્મૃતિ ઈરાની પાસે કાપડ મંત્રાલય અને લઘુમતી બાબતોનું વિભાગ હતું.
આ વખતે ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઈરાનીને કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ લગભગ 1.5 લાખ ના માર્જિનથી હરાવ્યા હતા. ગત વખતે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
બીજી તરફ અનુરાગ ઠાકુર આ વખતે ફરી સાંસદ બન્યા છે. તેઓ હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પરથી સતત પાંચમી વખત જીત્યા. કોંગ્રેસના ઉમેદવાર સતપાલ રાયજાદાને 182000થી વધુના માર્જીનથી હરાવીને રેકોર્ડ બનાવ્યો છે.